________________
-૨૭૨ ૦ સમરું પલપલ સુવ્રત નામ
જે રાત્રે રાણીને સ્વપ્નો જોયાં, અને ગર્ભ ધારણ કર્યાં, તેના બીજા જ દિવસથી આખી નગરીમાં અને આખા દેશમાં શાંતિનું એક પ્રકારનું મોજું ફરી વળ્યાનું સૌને અનુભવાય છે. રોગિયાના રોગો એકાએક મટી ગયા છે, તો અકાળ મૃત્યુની અમંગળ ઘટનાઓ બંધ થઈ ગઈ છે. ચોર અને ધાડપાડુઓના રંજાડ શમી ગયા, તો દુર્દમ એવા જે શત્રુ રાજાઓ સાથે લાંબા સમયથી કમેળ ચાલતો હતો તેમની સાથે એકાએક સુમેળ સધાઈ ગયો છે. લતઃ રાજા તેમ જ પ્રજા એક પ્રકારની અપૂર્વ નિરાંતનો અનુભવ કરી રહ્યા
છે.
રાજા સમજી ગયા છે કે આપણે આંગણે આવેલા કલ્પવૃક્ષ તુલ્ય દીકરાનો જ આ પ્રભાવ છે. બીજા પુત્રોનાં લક્ષણ તો પારણામાં વર્તાય, પરંતુ તીર્થંકર-પુત્રનાં લક્ષણ તો, આમ, હજી તે માતાના ઉદરમાં હોય ત્યાં જ વર્તાવા લાગે, એવી વૃદ્ધોની વાત તેમને યથાર્થ ઠરતી લાગી.
રાણી પદ્માવતીને પણ, ત્રણેક મહિના જતાં, અવનવા મનોરથો થવા લાગ્યા, જે ભાવી પુત્રની વિશેષતાનું સૂચન કરતા હતા. રાણીને થતું : મને રોજ રોજ જિનાગમોની વાણી સાંભળવા મળે તો કેવું સારું! હું જિનબિંબોની ઉત્તમ પ્રકારે પૂજા રચાવું, શ્રાવકોચિત ઉત્તમ વ્રતોનું હું પાલન કરું, નિગ્રંથ મુનિભગવંતોને નિર્દોષ આહાર આદિનું દાન આપું વગેરે. રાજા રાણીના તમામ મનોરથો પૂરા કરતા રહ્યા. જેઠ વિદ આઠમની રાત વહી રહી છે.
શ્રીવર્ગના પુણ્યાત્માને પદ્માવતીના ઉદરમાં અવતર્યાને નવ મહિના અને સાડા સાત દિવસ પૂર્ણ થઈ ચૂક્યા છે.
અત્યંત ઉત્તમ લગ્નવેળા વહી રહી છે. મુહૂર્ત અને યોગો પણ સર્વશ્રેષ્ઠ પ્રવર્તી રહ્યા છે. શુભ ગ્રહોની દૃષ્ટિ લગ્ન ભણી પ્રવાહિત છે, અને ઊર્ધ્વમુખી હોરા આવી લાગી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org