________________
શ્રીમુનિસુવ્રતસ્વામી
૨૭૫
જેવા દીર્ઘાયુષી થજો!
આ પછી તે બન્નેની સન્મુખ રાસ ખેલતી અને ગીત-નૃત્ય કરતી ભક્તિ કરે અને છેવટે બન્નેને પુનઃ શય્યાસ્થાને સ્થાપીને પોતાના સ્થાનકે ચાલી જાય.
એમના જ્વા સાથે જ શક્ર આદિ ચોસઠ ઇન્દ્રોનાં આસનો કંપવા માંડે. અવધિજ્ઞાન વડે જિનનો જન્મ થયાનું જાણે, અને તરત જ સિંહાસન પરથી ઊભા થઈ જાય. પ્રથમ તો નીચે ઊતરી, મોજડી ઉતારી, ઉત્તરાસંગ કરી ખેસ શરીરે વીંટી) સાતેક ડગલાં તીર્થંકરની દિશામાં ચાલે, અને વિધિપૂર્વક શક્રસ્તવ બોલીને પ્રભુને નમન કરે.
ત્યાર પછી શક્રેન્દ્ર, હરિêગમેષી નામે પોતાના સેનાધિપતિદેવ દ્વારા સુઘોષા નામે ઘંટ વગડાવીને, બત્રીસ લાખ વિમાનોમાના દેવોને, પરમાત્માના જન્મના તેમ જ જન્મોત્સવ માટે જવાનું હોવાના સમાચાર જણાવે. સુઘોષા ઘંટ વાગે તે સાથે જ બત્રીસે લાખ વિમાનોનાં ઘંટો પણ આપમેળે વાગવા માંડે. તેને લીધે દેવો તથા દેવીઓ સાવધ થઈ જાય અને ઇન્દ્રની આજ્ઞાનું શ્રવણ કરી તેનો અમલ કરવા સજ્જ થાય.
Jain Education International
શક્રેન્દ્રના આદેશથી પાલક નામે દેવ એક અતિવિશાળ વિમાન નિપજાવે, જેમાં બેસીને ઇન્દ્ર તેમજ તેના અસંખ્ય દેવ-દેવીઓ તીર્થંકરના જન્મસ્થળ ભણી પ્રયાણ કરે.
એ રીતે અહીં પણ શક્રેન્દ્ર કુશાગ્રપુરીએ આવ્યા. માતાને તથા તીર્થંકરને વાંધાં, સ્તવ્યાં. પછી માતાને પોતાની ઓળખ આપીને ભગવંતને લઈ જતા હોવાની જાણ કરી. માતા અને સમગ્ર પરિવારને દિવ્ય નિદ્રામાં નિમગ્ન બનાવી દીધા. છતાં માતા કોઈ વા૨ જાગી ઊઠે, અથવા કોઈ દેવાદિ આ દિવ્ય નિદ્રાને પોતાની શક્તિથી હટાવી નાખે, તો ઓચિંતાં જાગી ઊઠેલાં માતા બાળકને ગોદમાં ન જોતાં કોઈ ઉતાવળું પગલું ન ભરે તે હેતુથી તીર્થંકરનું હૂ-બ-હૂ પ્રતિબિંબ માતાની ગોદમાં મૂક્યું. પછી પોતે પાંચ સ્વરૂપો પોતાનાં બનાવી તે વડે તીર્થંકરને લઈને મેરુપર્વત ઉપર પહોંચ્યા.
For Private & Personal Use Only
www.jainelibrary.org