________________
૨૬૮ સમરું પલપલ રાવત નામ
રાજા પણ પોતાના અલગ પલંગ પર જંપી ગયેલા.. મધ્યરાત્રિની વેળા હતી. વાતાવરણમાં એક પ્રકારની પવિત્રતા અનુભવાઈ રહી હતી. કષ્ટ, તણાવ કે ઉજાગરા જેવા મલિન ભાવો જાણે કે અનાયાસ જ ઓસરી ગયેલા. મધ્યરાત્રિની એ અંધકારમઢી નીરવ વેળા પણ નિદ્રાધીન જનોના સુષુપ્ત હૈયામાં જાણે કે ન કળી શકાય તેવી પ્રસન્નતા પ્રગટાવી રહી હતી.
આવી વેળાએ, વિમલપ્રભ નામના દેવવિમાનમાં દેવ તરીકે વિહરી રહેલો રાજા શ્રીવર્ગનો પુણ્યાત્મા, પોતાનું દેવલોકનું આયુષ્ય પરિપૂર્ણ કરીને પૃથ્વીતટ પર અવતર્યો, અને રાણી પદ્માવતીની કુક્ષિમાં તેણે પ્રવેશ કર્યો.
અવતરણની આ દિવ્ય ઘટનાને આપણે ચ્યવન ક્લ્યાણક' એવા નામે ઓળખીશું.
ચ્યવન એટલે એક દેવનું મૃત્યુ, એવો સામાન્ય અર્થ થાય; અને મૃત્યુવેળાએ તો મૃત્યુ પામનારો ખુદ ગ્લાનિ અને વલોપાત અનુભવતો હોય, તે પછી બીજાનું ભલું તો ક્યાંથી કરી શકવાનો?
પરંતુ આત્મિક ઉત્ક્રાંતિના ચરમબિંદુ ભણી ધસી રહેલા પુણ્યાત્માની પરિસ્થિતિ આવી નથી હોતી. તે તો દેવલોકમાંથી મૃત્યુ પામે વે, તો પણ તેને તે ઘટનામાં પોતાનું અને અન્યોનું કલ્યાણ સાધવાની શક્યતાઓનું અનાવરણ થતું અનુભવાય છે, અને તે કારણે તે આત્મા, ચ્યવન-વેળાએ પણ અતિધન્યતાની અને પ્રસન્નતાની જ અનુભૂતિ કરતો હોય છે; અને તેથી જ તેમની તે ઘટના ચ્યવન કલ્યાણક' ના નામે ઓળખાય છે.
શ્રીવર્ગ દેવ જ્યારે તેમનું ચ્યવન થયું ત્યારે દેવભવમાંનું બીજું બધું તો ત્યાં જ મૂકીને આવ્યા, પરંતુ મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાન એ નામનાં ત્રણ જ્ઞાનને તેઓ પોતાની સાથે લઈને જ અવતર્યાં.
-
શ્રાવણ શુદિ પૂનમની એ ચાંદની-વરસતી રાત્રિ હતી. આકાશને માંડવે એક બાજુ ચંદ્રમા સોળે કળાએ ખીલી ઊઠ્યો હતો, તો બીજી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org