________________
શ્રીમુનિસુવ્રતસ્વામી
૩૬૭
બહારથી રૂપાળા લાગતા રાજાઓ મનથી તો મોટા ભાગે કદરૂપા જ હોય એવી સામાન્ય સ્થિતિ છે; આ રાજા તેમાં અપવાદ છે : એ જેવા રૂપરૂપના અવતાર છે, તેવા જ આંતરિક સૌંદર્યના પણ એ સ્વામી હતા.
એ ગંભીર હતા, મેધાવી હતા, દાનેશ્વરી હતા, ગુણ અને કળાના પારખુ હતા, ઉદાર, સરળ અને સજ્જન હતા, ધીર હતા, કૃતજ્ઞ હતા અને વળી ઇર્ષ્યા જેવાં અશુભ તત્ત્વોથી મુક્ત હતા.
અર્થ અને કામ તો તેની પાસે હોય જ અને તેમાં તેને આનંદ પણ આવે; પરંતુ આ રાજાને તો તે બધાં કરતાં અધિક આનંદ ધર્મમાં આવતો હતો. ધર્મની વાતો બહુ ગમે, ધર્મી જનોની સોબત તથા ગોષ્ઠી મીઠી લાગે, અને મુનિજનોનો સમાગમ તો તેને અત્યંત પ્રિય બનતો.
રાજા હતા એટલે વીરતા અને પરાક્રમ તો અવશ્ય હોવાનાં જ; એ પ્રતાપી રાજા હતા અને છતાં શત્રુઓને પણ મિત્ર બનાવવાની એક અદ્ભુત ક્ષમતા તેમનામાં અનુભવાતી હતી..
આવા ગુણવંતા રાજવીના અંતઃપુરમાં અનેક રાણીઓ. રૂપવંત, કલાવંત અને પતિપરાયણ.
રાણીઓના એ વૃંદમાં સૌથી મોટાં અને રૂપ-લાવણ્ય વડે સૌથી અધિક એવાં એક રાણી હતાં : પદ્માવતી.
જેવાં રૂપવંત તેવાં જ ગુણભંડાર. જેવું અપરૂપ સૌંદર્ય તેવી જ અનન્ય પતિભક્તિ. રાજાને તેમના ૫૨ અતિશય હેત-પ્રીત, તેથી તેમને રાજાજીએ પોતાનાં પટ્ટાણી પદે સ્થાપેલાં.
Jain Education International
આટલા
ન્યાયસંપન્ન રાજવહીવટ અને પ્રેમસંપન્ન પરિવાર શબ્દો રાજા સુમિત્રનો પરિચય પામવા માટે પૂરતા બની રહે. રાજા-રાણીના આવા, સુખથી ભર્યાભર્યા સંસાર-પ્રવાહમાં એક રાત્રે એક મજાની ઘટના ઘટી.
વાત એમ બની કે રાણી પોતાના મનભાવન શયનખંડમાં પોતાના પલંગ પર સુખ-નિદ્રામાં પોઢ્યા હતા.
For Private & Personal Use Only
-
www.jainelibrary.org