________________
૨૬૬ કે
સમરું પલપલ સતત નામ –
તો તેણે કમાલ કરી છે. પોતાનું પરમ કલ્યાણ અને તે સાધી આપે તેવા વિલક્ષણ સગુણો - આ બધું જ તેણે જાણે કે હોડમાં મૂકી દીધું છે – જગતનું કલ્યાણ પોતાના હાથે જ કરવાની પોતાની સવૃત્તિને સિદ્ધ અને સફળ બનાવવા ખાતર.
તેના ચિત્તમાં તે અવસ્થામાં એક જ વાત દઢપણે રમતી રહી અને જામતી ગઈ : મારી ધર્મસાધના વડે મારા એકલાનું જ કલ્યાણ થાય તે મને મંજૂર નથી; મારે તો એવી સાધના આદરવી છે કે જેના ફળસ્વરૂપે મારું તો શ્રેય થાય જ, પરંતુ મારા દ્વારા આખા જીવ-જગતનું યે પરમ શ્રેય થાય.
જગતના કલ્યાણની આ સુદઢ કામના તે આત્માને તીર્થંકરનામકર્મનો બંધ નીપજાવવા સુધી દોરી ગઈ. તીર્થંકર નામ-કર્મનો આ નિકાચિત બંધ જ હવે તે આત્માને તેના આત્મિક ગુણોની ઉત્ક્રાંતિની પરાકાષ્ઠાએ લઈ જનારો બની રહેવાનો હતો. એ બંધ જ હવે તેને તીર્થકરની પદવી અપાવીને પોતાના અને પરના – વિશ્વ-સમસ્તના કલ્યાણના પુનિત પંથે પ્રયાણ કરાવવાનો હતો.
આપણે પણ શિવકેતુની ઉત્ક્રાંતિના એ ચરમબિંદુનો આછોપાતળો પરિચય પામવા પ્રયત્ન કરીએ.
ભારતવર્ષ. મગધદેશ. કુશાગ્ર નગરી. હરિવંશ-કુળના તિલક સમા રાજા સુમિત્ર ત્યાં રાજ કરે.
જ્યાં સત્તા અને સંપત્તિ હોય ત્યાં બધા ગુણો હોય જ, એવું કલ્પી લેવાની સામાન્ય પ્રથાને રાજા સુમિત્રે આપબળે તોડી નાખી હતી. તેણે પહેલાં સદ્દગુણો પર અધિકાર મેળવીને પછી જ સત્તાનો અધિકાર સ્વીકારેલો.
રાજા હોય તો ધન-વૈભવ હોય તેની નવાઈ ન હોય; પણ આ રાજા પાસે તો ધન-વૈભવથી યે અનેકગણો અધિક ગુણ-વૈભવ પણ હતો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org