________________
–૨જ
સમરું પલપલ સવત નામ
-
હવે યોગાનુયોગ એવો થયો હતો કે કુમાર શ્રીવર્ગ તે દહાડે દરબારમાં અનુપસ્થિત હતો. એટલે મોડેથી રાજા અને કુમારની બેઠક થઈ ત્યારે રાજાએ તે રત્ન કુમારને દેખાડ્યું ને કહ્યું : કુમાર! જુઓ તો ખરા, કેવું મસ્ત આ રત્ન છે!
કુમારે બે હાથે તે રત્ન લીધું, ને અવલોકન કર્યું તો તે પણ ક્ષણભર તો ચકિત થઈ ગયો. આવું મોટું - અસામાન્ય કદનું હોય ને વળી આટલું બધું સ્વચ્છ હોય તેવું રત્ન તે પહેલીવાર જ જોતો હતો.
તેણે રત્નની પ્રાપ્તિની હકીકત જાણી. તે પછી ફરીફરીને તેણે રત્નને અવલોક્યું, તોળ્યું, હાથ ઉપર તેને ઘસ્યું ને પછી સૂંઠું પણ વારંવાર. થોડીક પળોમાં જ તેણે તે રત્નનો ક્યાસ કાઢી લીધો, ને પછી રાજાજીના હાથમાં ચૂપચાપ સુપ્રત કરી દીધું.
રાજા પાછો અટવાયો. તેને થયું કે કુમાર કેમ કાંઈ કહેતા નથી? તેણે પૂછયું : કુમાર, આના ગુણ કે દોષ – જે તમને જણાતા હોય તે કહો તો ખરા! - કુમાર : મહારાજ! આપ તો મસ્તક મૂંડાવ્યા પછી નક્ષત્ર પૂછવા જવા જેવી વાત કરો છો! આપે જ્યારે આનું મૂલ્ય ચૂકવી જ દીધું છે, તો પછી હવે તેના ગુણ-દોષ મારી પાસે જાણીને શું લાભ થવાનો? એ કરતા બાંધ્યા ભારે ઉત્તમ રત્ન' ગણીને સાચવી રાખો તે જ ઉચિત થશે.
રાજા : કુમાર! હજી આપણું કાંઈ બગડી નથી ગયું. તમને બરાબર ન લાગતું હોય આ, તો આપણે પાછું આપી દઈશું.
કુમાર : દેવ. એટલે જ હું કાંઈ કહેવા નથી ચાહતો. પેલો બાપડો ગરીબ વાણિયો હશે; તેની પાસેથી આપ રકમ પાછી લઈ લો, તો તેના નીસાસા તો મને જ લાગે ને! એ કરતાં ચૂપ રહેવું શું ખોટું? કોઈના મોંનો કોળિયો છીનવી લેવાનું હું પસંદ ન કરું.
રાજા કુમારની સમસ્યા સમજી ગયા. તેમણે કહ્યું : કુમાર! | એ રકમ તો મેં એને પ્રસાદીરૂપે ભેટ આપી દીધી છે. એટલે પાછી |
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org