________________
૫૨
સમરું પલપલ સુવ્રત નામ
થોડી પળો માટે રાજાને સૂધબૂધ ન રહી.
થોડીવારે કળ વળતાં તે બોલ્યા : પણ તો આ ણિમાં ક્યાંય સાંધો તો દેખાવો જોઈએ ને? આ તો એકાકાર-અખંડ દીસે છે. આમાં પ્રતિમા નાખ્યાનું કેમ કહી શકો તમે?
કુમાર : મહારાજ! કડકડતું તેલ મંગાવો. એમાં આ મણિને બોળી દો. થોડી જ વારમાં આના સાંધામાં પૂરેલો મસાલો ઉખડી જશે, અને સાંધા સ્પષ્ટ જણાઈ આવશે.
રાજાએ તરત જ તે પ્રમાણે કરાવ્યું. તો કુમારની વાત યથાર્થ નીકળી. પહેલાં સાંધા દેખાયા, ને પછી પ્રતિમા છૂટી પણ પાડી શકાઈ.
સભા સ્તબ્ધ. રાજા દિગ્મૂઢ. કહે ઃ કુમાર! આ પળે મને હર્ષ ને શોક બન્નેની મિશ્ર લાગણીનો અનુભવ થઈ રહ્યો છે. આવી અદ્ભુત રત્નપરીક્ષા તમે કરી શકો છો તે બદલ મારા હર્ષનો પાર નથી; તો અમારાં અજ્ઞાનને કારણે અમે આટલા બધા છેતરાયા તે વિચારે હું વિવળ પણ થઈ ગયો છું.
કુમા૨! હવે એક કામ કરો. મારા ખજાનામાં અસંખ્ય રત્નો છે. આજના આ પ્રસંગ પછી મારા મનમાં શંકા જાગી છે કે એ બધાં રત્નોમાં પણ કાંઈ ગરબડ હશે તો? માટે એકવાર તમે એ બધાં પણ જોઈ ન આપો?
કુમાર હસી પડ્યો. કહે : દેવ! આવી અધૃતિ ન કરાય. આવી ભૂલ તો પરીક્ષકોની કોઈક વાર જ થાય, કાંઈ બધા પ્રસંગે આવી થાપ ન ખવાય. છતાં આપની ઇચ્છા છે તો થોડાંક ખાસ રત્નો હું જોઈ આપીશ.
રાજા માની ગયા. કુમારે પણ તે રત્નોની પરીક્ષા કરીને તે વિશે પોતાનો સંતોષજનક અભિપ્રાય દર્શાવી તે વાત પર પડદો પાડ્યો.
Jain Education International
પરંતુ રાજા તેની આ નિપુણતાથી એટલો તો પ્રસન્ન હતો કે તેણે ભરી સભામાં કુમારનાં મોંફાટ વખાણ તો કર્યા જ, પણ પછી
For Private & Personal Use Only
www.jainelibrary.org