________________
શ્રીવર્મ
܀
૨૧૯
આદેશ આપ્યો. શ્રાવકો તો આ જાણતાં જ પ્રસન્ન થઈ ગયા. તેમણે તરત જ એક અતિપ્રાચીન જિનમંદિરમાં સકલ સંઘને એકઠો કર્યો, અને વિચારવિમર્શપૂર્વક એવી વ્યવસ્થા કરી કે નગરનાં ચૈત્યોના આઠ વિભાગ કરવા. પ્રતિદિન એકેક વિભાગનાં ચૈત્યોની પૂજા કુમાર પાસે કરાવવી.
Jain Education International
તેમણે દૂષલને આ વ્યવસ્થા વિશે જાણ કરી, અને આ ચૈત્યોમાં થનાર પૂજા સ્નાત્રાદિ મહોત્સવ અંગે ધનરાશિની અપેક્ષા જણાવી. દૂષણે તરત સાધારણ પાસેથી શ્રાવકોને અપેક્ષિત ધનરાશિ અપાવી દીધો. શ્રાવકોએ પણ પછી ખંત દાખવીને પ્રથમ વિભાગનાં ચૈત્યોમાં આવશ્યક તથા ઉચિત સઘળી પૂજા-સામગ્રી એકત્ર કરાવી લીધી.
શ્રીવર્સ અને વસંતશ્રીનું આગમન થતાં જ દૂષલે તથા સંઘે તેમનું સ્વાગત કર્યું, અને મુખ્ય જિનચૈત્ય ભણી તેમને દોરી ગયા. બન્ને અંગશુદ્ધિ અને વસ્ત્રશુદ્ધિ કરીને જ આવેલાં. વળી કેટલીક પૂજા-સામગ્રી પોતે પણ લાવેલાં. તે લઈને, પાંચ અભિગમ જાળવવા પૂર્વક તેઓ ચૈત્યમાં પ્રવેશ્યાં.
ઉચિત તમામ કરણી કરવાપૂર્વક શ્રીવર્ષે સૌપ્રથમ જિનપૂજા કરી. વસંતશ્રી તેને અનુસરતી રહી. પૂજા પત્યા બાદ વિધિપૂર્વક સ્નાત્રમહોત્સવ શરૂ થયો. તેમાં પ્રથમ શ્રીવર્મે શ્રેષ્ઠ જલકલશ બે હાથે લઈ લીધા પછી બાકીના કળશો શ્રાવકવર્ષે ગ્રહ્યા. અને પછી તો ક્યાંય સુધી પુલકિત ભાવે અને વિસ્તારપૂર્વક સ્નાત્રોત્સવ ચાલતો રહ્યો. મુખ્ય જિનાલયમાં સ્નાત્ર પતતાં કેટલાક શ્રાવકો તે વિભાગનાં અન્ય જિનાલયોમાં પણ અભિષેક કરવા જઈ આવ્યા. પછી સૌએ વિલેપન, પૂજા, પરિધાપના (આંગી) વગેરે વિધિ કર્યો.
એ પછી શ્રીવર્ષે મુખ્ય ચૈત્યમાંથી બહાર આવતાં જ દૂષલને કહ્યું કે અમે આજે ને આજથી આઠેય દિવસ અહીંયા, તારા રાજાજીના પ્રાસાદમાં જ ભોજન લઈશું. કેમકે હજી બીજાં ચૈત્યો જુહારવાનાં બાકી છે, ને તેમાં જરા મોડું તો થઈ જ જવાનું. એટલે અમે ભોજનવિધિ તો અહીં જ આટોપીશું.
For Private & Personal Use Only
www.jainelibrary.org