________________
શ્રીધર્મ
ક
૨૧૭
માંડ્યો છે. એનું મન કેટલું મોટું છે!
ગૃહપાળે રાજી થતાં થતાં તેની વાતને અનુમોદન આપ્યું ને ભોજન માટે ફરી આગ્રહ કર્યો. સુદર્શને તેનો સ્વીકાર કર્યો ને જમવા માંડ્યું. તે પછી તેના માણસોને પણ તેણે જમાડી દીધા, ને શ્રીવર્ગને તે સમાચાર પાઠવી દીધા.
આ બાજુ શ્રીવમેં પણ વીરપાળનું મનભર આતિથ્ય માણ્યું, ને છેવટે બન્ને છૂટા પડ્યા. શ્રીવર્સ પોતાના પડાવે આવ્યો તો વીરપાળ બીજી જ સવારે સ્વદેશ જવા રવાના થઈ ગયો.
શ્રીવર્મને હજી થોડા દિવસ સુધી ત્યાં રહ્યા સિવાય છૂટકો નહોતો. રાત્રિના અંધકારમાં થયેલા ટૂંકા પણ દારુણ યુદ્ધમાં ઘણા ઘણા માણસો તથા પશુઓ ઘાયલ થયાં હતાં. તે બધાં સજ્જસ્વસ્થ ન થાય ત્યાં સુધી તે ત્યાંથી નીકળી શકે તેમ ન હતું.
તો ત્યાં ઠાલા બેઠા રહીને હવે કરવું શું? એ પણ એક પ્રશ્ન હતો. આ વિશે મથામણ કરતાં તેને એક ઉકેલ જડી આવ્યો. દૂષલ બીજી સવારે તેને મળવા અને કામકાજ અંગે પૂછવા આવ્યો, ત્યારે તેણે કહ્યું : ગુલખેડપુરમાં ઘણાં જિનાલયો છે. હું અહીં છું તે દરમિયાન મારે તે તમામ જિનાલયોમાં સ્નાત્રસહિત વિશિષ્ટ જિનપૂજા કરવી છે. અષ્ટાલિકા મહોત્સવ મંડાવીને આ પૂજા માટે કરવી છે. માટે તું બે-ત્રણ કામ કર : એક, નગરના તમામ માળીઓને સૂચવી દે કે તેઓ બીજા કોઈને હમણાં પુષ્પો ન વેચી દે, બધાં હું જ ખરીદી લઈશ. બે, સઘળા શ્રાવકોને એકત્ર કરીને આ કાર્યની વ્યવસ્થા તેમને ભળાવી દેવી; તેઓ હવણ, વિલેપન વગેરેની બધી સામગ્રી ભેગી કરવા માંડે. ત્રણ, આ મારો સાધારણ નામનો સેવક છે. અહીં મારી તિજોરીનો વહીવટ તે સંભાળે છે. તેને તારી સાથે. મોકલું છું. આ બધાં કામોમાં જે પણ ધનવ્યય થાય તેનાં રોકડાં નાણાં એ ચૂકવતો જશે. હું આજે જ નગરમાં આવું છું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org