________________
શ્રીવર્મ
વિસ્મિત રાજાએ અશ્વરાજ તરફ સૂચક દૃષ્ટિ ફેંકી, તો અશ્વરાજે તરત કહ્યું : દેવ! કુમારશ્રીની વાત તદ્દન યથાર્થ છે. અશ્વમાં આ ચિત્ત-દોષ રહી ગયાની વાત સાચી છે.
૨૩૯
રાજા : આવું કેમ તમે થવા દીધું?
અશ્વરાજ : દેવ! આ અશ્વ ઉત્તમ જાતનો તો છે જ. પણ તેજીલો પણ એટલો જ છે. મેં દંડ વડે તેના ચિત્તને વશ કરવાનો ઘણો પ્રયાસ કર્યો, પણ હું તેમાં સફળ નથી થઈ શક્યો. અશ્વ મને ધરાર ગાંઠ્યો જ નહિ! એટલે કુમારશ્રી કહે છે તે વાત સાવ સાચી છે.
રાજાએ હવે માન્યા વિના છૂટકો જ ન રહ્યો. પણ તેના ચિત્તમાં કુમારની આવી જબરી અશ્વપરખ, આટલું ઊંડું શાસ્ત્રજ્ઞાન, અને આવી કુશાગ્ર મતિ આ બધાં પરત્વે અનહદ આદર અને ગૌરવ પણ જાગ્યા. તેણે કુમારને સાચા હૃદયથી અભિનંદન આપ્યાં. અશ્વપરીક્ષાનું કામ આટોપીને સૌ સ્વસ્થાને ગયા.
-
Jain Education International
આવા કંઈ કંઈ વિનોદો અને જ્ઞાન-ગોઠડીઓમાં ગ્રીષ્મ ઋતુ પસાર થઈ. પછી વર્ષાકાળ પણ વીતી ગયો, અને શરદ ઋતુ બેઠી. આકાશમાં ઉઘાડ, અને સૂર્યનાં તીખાં કિરણો દ્વારા ભેદાઈ જતાં, ધોળા રૂની પૂણી જેવાં નિર્જળ વાદળો વડે અત્યંત સોહામણી લાગતી શરદ ઋતુનો આરંભ થતાં જ કુમારે વિચાર્યું કે હવે મારે અહીંથી દંતપુર જવું જોઈએ, અને તે માટે રાજાજીની રજા મેળવવી જોઈએ.
કુમાર આ માટે રાજા સમક્ષ કેવી રીતે રજૂઆત કરવી તેના વિચારમાં બેઠો હતો તેવામાં જ અશ્વશાળાનો રખેવાળ તેની પાસે આવી ઊભો. રાજાએ જ તેને મોકલ્યો હતો. તેણે કુમા૨ને નમીને વાત કરી ઃ કુમારશ્રી! પેલો સારંગ-અશ્વ એકદમ વિપરીત થઈ ગયો છે. કોઈ એની સામે જાય તો મોં વતી બટકાં ભરે છે. પાછળથી પકડે તો જબ્બર લાતોના પ્રહાર કરી તેને અધમૂઓ કરી મૂકે છે. અરે, એને ચારો નીરવાનો હોય તો તે પણ દૂરથી જ નીરવો પડે
For Private & Personal Use Only
www.jainelibrary.org