________________
- ૨૪૦ ૪
સમરું પલપલ સવત નામ
છે. નજીક જનારનું તો આવી જ બને!
આ વાત મેં રાજાજીને જણાવી, તો તેઓએ મને આપની પાસે મોકલ્યો છે. તેઓએ કહ્યું છે કે કુમારને કહે કે તે કોઈ રીતે આ અશ્વને ઠેકાણે લાવે. આમાં કુમાર સિવાય કોઈનું કામ નથી.
કુમાર વિવેકી હતો. રાજાનો આદેશ મળતાં જ તેણે જવાનો વિચાર પડતો મૂક્યો, ને અશ્વની દરકાર લેવાનું આદરી દીધું. તે અશ્વ-વિદ્યાનો પ્રખર જ્ઞાતા હતો. એટલે અશ્વપરીક્ષા-શાસ્ત્રોમાં વર્ણવેલી પદ્ધતિ અનુસાર તેણે તેની ચિકિત્સા કરવા માંડી. દુષ્ટ અને દુર્દમ બનેલા જાતવંત અશ્વને પાછા વશમાં આણવાનું, તેના દિમાગમાં ભરાઈ ગયેલી રાઈને કઢાવીને તેને હળવો, આજ્ઞાકારી અને સુશિક્ષિત બનાવવાનું કામ કેટલું કપરું છે, તેનો ખ્યાલ, કુમારે મહિનાઓ સુધી વિધવિધ પ્રકારે તે અશ્વની જે સારવાર કરી તે જોઈને રાજાને તથા અન્યોને આવ્યો.
લગભગ બે-અઢી મહિને કુમાર અશ્વને સંતુલિત કરી શક્યો. તેના મનમાં ધમધમતા ક્રોધને શમાવી શક્યો. તેને નમ્ર અને સૌમ્ય બનાવી શક્યો. પોતે એકાદ સપ્તાહ સુધી તેના પર યથેચ્છ સવારી કરી. તેને બધી રીતે ફેરવ્યો. જ્યારે તેને ખુદને પ્રતીતિ થઈ કે અશ્વ હવે સર્વથા સુધરી ગયો છે, ત્યારે તેણે રાજાને તેના પર સવારી કરવા બેસાડ્યા. આજે રાજાને પીઠ પર આરૂઢ તો થવા જ દીધા, પણ એથી યે વધીને રાજાના દરેક ઈશારાને સમતાં રહીને તે પ્રમાણે તેણે વર્તન પણ કર્યું. આથી રાજા પ્રસન્ન થઈ ગયા. તે તો પછી રોજ તે અશ્વ પર ઘૂમવા લાગ્યા.
એક દિવસ એવું બન્યું કે રાજા એ અશ્વ પર આરૂઢ થઈ નદીકાંઠે પહોંચ્યા. તેમને જોવું હતું કે અશ્વ પાણીમાં કેવી રીતે વર્તે છે. કુમાર સાથે જ હતો. રાજાએ અશ્વને નદીમાં ઉતાર્યો. અશ્વ ઉતર્યો પણ ખરો. પણ પછી ચાલે નહિ. રાજાએ ઘણી મથામણ કહી, પણ અશ્વ ન ચાલ્યો તે ન જ ચાલ્યો. રાજાએ તરત કુમાર સામે જોયું. પૂછ્યું કે આમ કેમ છે? તાલીમમાં કાંઈ ગરબડ છે કે શું?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org