Book Title: Samru Pal Pal Survrat Nam
Author(s): Shilchandrasuri
Publisher: Bhadrankaroday Shikshan Trust

Previous | Next

Page 250
________________ શ્રીવર્મ ક ૨૪૧ કુમારે તરત જ કહ્યું : મહારાજ! તાલીમમાં કે અશ્વમાં કશી જ કચાશ નથી રહી. વાત એમ છે કે અશ્વનું પૂંછડું સતત ઊચુંનીચું થતું રહેવાનું. હવે પોતાનું પૂંછડું પાણીમાં પડે ને પછી ઊંચું ઊછળે તો તેને લીધે પાણીના કે કાદવના છાંટા આપના ઉપર ઊડ્યા વિના ન જ રહે. એવું બને તો આપનાં વસ્ત્રો ને અવયવો અવશ્ય ખરડાય. આ અશ્વને આની ચિંતા છે, તેથી તે પાણીમાં ચાલતો નથી. રાજાને ગળે વાત કેમ ઊતરે? છતાં કુમારની વાતની તથ્થાતથ્યતાની ખાતરી કરવા માટે તેણે એક વાત કરી. અશ્વનું પૂંછડું પોતાના એક હાથે ઊંચું પકડી લીધું. બીજા હાથે અશ્વને પાણીમાં આગળ વધવાનો ઈશારો કર્યો. ઈશારો મળતાં જ અશ્વ રેવાળબંધ ગતિએ, પણ પાણીનો એક છાંટો પણ ન ઊડે તે રીતે આગળ વધી ગયો, ને જોતજોતામાં નદીને સામે કિનારે જઈ પહોંચ્યો. રાજા સ્તબ્ધ, અશ્વનો આટલો બધો વિવેકા અને એના માનસની કુમારને આટલી ઝીણી પરખ! એના જ નહિ, ઉપસ્થિત હતા તે સૌના મોંમાંથી કુમારને માટે “ધન્ય ધન્યના શબ્દો સરી પડ્યા. રાજાએ હર્ષના આવેશમાં આવી જઈને કુમારને કાંઈક માગી લેવા કહ્યું. કુમારે તક ઝડપી લીધી. કહ્યું : દેવ! હવે મને દંતપુર જવાની અનુજ્ઞા આપો. ઘણો સમય વહી ગયો છે અહીં. મારે મોડું થાય છે. બધે જતાં જતાં મારે વેળાસર પિતાજી પાસે પણ પહોંચવું છે. માટે આપ મને રજા આપો. રાજાએ મન ન હોવા છતાં તેને રજા આપી. અને રજા મળતાં જ કુમારે સારો દિવસ જોઈને પોતાના સમગ્ર રસાલા સાથે દતપુર ભણી પ્રસ્થાન કરી દીધું. સુદર્શન તેની સાથે જ હતો. કુમારના આગમન સાથે જ દેતપુરમાં આનંદ વ્યાપી ગયો. દિતપુરની પ્રજા માટે એક તરફ કુમાર પોતાના રાજાનો જમાઈ હતો, તો બીજી તરફ પોતાના ઉદંડ રાજકુમારને યોગ્ય પાઠ ભણાવનાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321