________________
શ્રીવર્મ
૨૨૫
વાસવદત્ત રાજા અમને વાસવપુર તેડાવે છે. આપની આજ્ઞા હોય તેમ અમે વર્તીશું. તો યોગ્ય લાગે તે આશા મોકલવા વિજ્ઞપ્તિ.’
આટલો ટૂંકો સંદેશો વાંચીને નરપુંગવ રાજા ભારે અચંબો પામ્યા, તેમણે સંદેશવાહકને પૂછ્યું કે ત્યાંના વિગતવાર સમાચાર કહે.
સંદેશવાહકે સુદર્શનનાં ષયંત્રો, તેની સાથેની લડાઈ, તેમાં કુમારનો વિજ્ય તથા સુદર્શનને પકડવો, ઇત્યાદિ બધી વાતો વિસ્તારથી તેમને કહી સંભળાવી.
રાજા દંગ થઈ ગયા. તેમને કુમારની આ બધી ક્ષમતા અને વીરતા અંગે તો આદર ઉપજ્યો જ, પરંતુ તેથી યે વધુ આનંદ તો તેમને કુમા૨ની લઘુતા તેમજ આભિજાત્ય અંગે થયો ઃ આટલું બધું પરાક્રમ તથા કૌશલ્ય દર્શાવી દીધા પછી પણ પોતાનો કુમા૨ તે વિશે એક પણ શબ્દ લખતો નથી, મૌન સેવે છે, અને ફક્ત વિનયપૂર્વક આજ્ઞા જ માગે છે; એ કાંઈ જેવી તેવી ખાનદાનીની અને નમ્રતાની વાત નહોતી જ.
Jain Education International
તેમણે કુમા૨ને તત્ક્ષણ ઉત્તર લખાવ્યો, અને વાસવપુર જવાની અનુજ્ઞા પાઠવી. સંદેશવાહકનો પણ સત્કાર કર્યો. ભાતું બંધાવ્યું, ને છેવટે તેને કહ્યું : કુમારને એટલું કહેજે કે ક્યારેય ક્યાંય કોઈનો વિશ્વાસ ન કરવો, અને પોતાની તબિયતની પૂરી કાળજી લેવી.
સાતમે દિવસે તો સંદેશવાહક કુમારની સેવામાં હાજ૨! કુમારે લેખ વાંચ્યો. વાંચીને વસંતશ્રીને મોકલી આપ્યો. અને થોડીવાર પછી પોતે વસંતશ્રી પાસે ગયો. જતાંવેંત તેમણે વસંતશ્રીનો ઉપહાસ આદર્યો : દેવી! પીયરે જવાની તમને તીવ્ર ઉત્કંઠા હતી ને! એ માટે તમે જે ઉપાય યોજાવ્યો, તે બરાબર કારગત નીવડ્યો, નહિ?
વસંતશ્રીએ આ સાંભળતાં જ મીઠો છણકો કર્યો. તેણે કહ્યું : નાથ ! ઉપહાસમાં પણ કદી આવાં વેણ ઉચ્ચારતા નહિ. મને પીય૨ જવાનો શોખ નથી ઉપડ્યો. મારો આગ્રહ તો એ માટે છે કે મારાં માવતરને મારા વિશે શંકા હતી કે આ દીકરી શ્રીવર્મમાં
For Private & Personal Use Only
www.jainelibrary.org