________________
શીવર્મ
૨૩૫
કુમાર શ્રીવર્મ સાસરવાસે લહેર કરે છે.
નવ નવ વધૂઓ સાથે પાંચ પ્રકારના રૂડા વિષયોનો મનભાવન અનુભવ તે નિત્ય કરે છે.
વાસવદત્તની રાજસભામાં પણ તે નિયમિતપણે ઉપસ્થિત રહે છે, અને ત્યાંનો રાજ્યવહીવટ એક જિજ્ઞાસુ અભ્યાસીની દૃષ્ટિએ ઝીણવટપૂર્વક જોતો રહે છે.
એક દિવસની વાત છે.
રાજા વાસવદત્ત દરબાર ભરીને બેઠા છે અનેકવિધ કારોબાર ચાલી રહ્યા છે. એ સમયે અશ્વરાજ નામનો એક વ્યવસાયી અશ્વપાલક ત્યાં આવી લાગ્યો. રાજાનો તે પૂર્વપરિચિત હતો. એટલે રાજાએ તેને આવકાર્યો અને આસન અપાવ્યું.
તે હજી બરાબર બેઠો ન બેઠો ત્યાં જ રાજાએ તેને પૂછવા માંડ્યું : ગયા વર્ષે તું મારી પાસે સારંગ નામે એક ઉમદા અશ્વ લાવેલો. મેં તે તને તે જ વેળાએ પાછો સોંપ્યો હતો, અને તેને શ્રેષ્ઠ તાલીમ આપીને પછી પાછો લાવવા કહેલું. મેં એમ પણ કહેલું કે ભલે ગમે તેટલો લાંબો સમય થાય, પણ બરાબર તાલીમ આપીને જ લાવજે. આ મારું કામ તે કરવા માંડ્યું કે નહિ?
અશ્વરાજ કહે : મહારાજ! કોના દહાડા ફર્યા હોય કે આપની આજ્ઞા ઉથાપે? એ અશ્વને મેં તાલીમ આપી દીધી છે, ને તેને લઈને જ હું આપની સમક્ષ ઉપસ્થિત થયો છું.
રાજા : એટલી વારમાં તાલીમ અપાઈ પણ ગઈ? હજી તો માંડ આઠ મહિના થયા એ વાતને. આટલા બધા ટૂંકા સમયમાં આવા તેજીલા તોખારને તેં કેળવી પણ લીધો? માન્યામાં નથી આવતું; આવું બની જ ન શકે.
રાજાની આ અશ્રદ્ધા જોઈને શ્રીવર્મથી ન રહેવાયું. તે બોલી ઊઠ્યો : મહારાજ! આવું બની શકે, અવશ્ય બની શકે. જો જાતવંત અશ્વ હોય અને નિષ્ણાત શિક્ષક હોય, તો આટલા ટૂંકા ગાળામાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org