________________
શ્રીવર્મ
૨૩૩
અર્પવા લાગ્યા.
સમય થતાં સૌ ભોજનમંડપમાં પ્રવેશ્યા. ભોજનવિધિ આરંભાયો. બરાબર તે જ વખતે વાસવદત્તે શ્રીવર્તને પૂછ્યું : સુદર્શન કેમ નથી દેખાયો? છે તો તમારી સાથે જ ને?
શ્રીવર્ષે કહ્યું : મહારાજ! તેણે મને કહ્યું કે હું નગરપ્રવેશમાં સામેલ નહિ થઉં. મને આ સ્થિતિમાં વાસવદત્તને મળતાં બહુ લજ્જા થશે. હું એમને પછી એકાંતમા જ મળી લઈશ. પણ બધાંની વચ્ચે હું નહિ આવી શકું. એટલે એ અત્યારે નગર બહારના પડાવમાં જ હોવો જોઈએ.
વાસવદત્તે જોયું કે શ્રીવર્ષે અને બીજા અતિથિઓએ ભોજન લેવાનું ચાલુ કરી દીધું છે. એટલે તેણે વરદત્તને બોલાવી, કાનમાં કાંઈક શીખવીને સુદર્શન પાસે મોકલ્યો.
વરદત્ત પહોંચ્યો સુદર્શન પાસે. જઈને કહ્યું કે : ચાલો કુમા૨! ભોજનમંડપમાં બધા તમારી પ્રતીક્ષા કરે છે. અને શ્રીવર્મ કુમારે તો કહ્યું છે કે સુદર્શન આવે પછી જ હું ભોજન લઈશ. માટે સત્વરે ચાલો. હું લેવા જ આવ્યો છું.
સુદર્શન તે વેળાએ ભારે પરિતાપ અનુભવતો પથારીમાં પડ્યો હતો, અને પડખાં ઘસતો હતો. તેણે કાકલૂદીભર્યા સ્વરે વરદત્તને કહ્યું : ભાઈ, આજે મને ભારે મસ્તકશૂળ ઉપડ્યું છે. હું નહિ આવી શકું ત્યાં. બાકી કાંઈ કારણ નથી. કુમારશ્રીને મારા વતી વિનંતિ કરીને ભોજન કરાવી દો ને. મને ભૂખ લાગશે તો હું અહીંજ કાંઈક લઈ લઈશ; અહીં ક્યાં કશી ખોટ છે?
Jain Education International
વરદત્ત : તમારી વાત કુમારશ્રીને તો ગળે ઊતરી જશે, પણ રાજાજીને ગળે નહિ ઊતરે, ને ત્યાં સુધી તેઓ ભોજન નહિ કરે. માટે પધારો તો સારું.
સુદર્શન : ભાઈ વરદત્ત, મારી વાત રાજાજીને સમજાવીને તેમને પણ ભોજન કરાવ ને! તું બરાબર સમજ પાડીશ તો તેઓને મારા પર રોષ કરવાનું કારણ નહિ રહે.
For Private & Personal Use Only
www.jainelibrary.org