________________
——– ૨૨૬
સમરું પલપલ સુવ્રત નામ
એવું તે શું ભાળી ગઈ હશે કે એને જોયા-જાણ્યા વિના જ વરવા નીકળી જવા માગે છે? એમની આ આશંકા મારે નિર્મળ કરવી છે. એ આપને જોશે, આપનાં આ પરાક્રમોની ગાથા સાંભળશે, તો એમને પણ ખ્યાલ આવશે કે ના, અમારી દીકરીની પસંદગી જ સાચી છે.
કુમારે વાત વાળી લીધી, ને બન્ને જિનાલયે જવા નીકળ્યાં. પૂજા આદિ ધર્મકૃત્ય પત્યા પછી બધાંએ રાજભવનમાં ભોજનાદિ કર્તવ્ય પતાવ્યું. ને આનંદ-ગોઠડી કરતાં બેઠાં. ત્યાં અચાનક દૂષલે ત્યાં આવીને એક લેખ કુમારને આપતાં કહ્યું કે અમારા મહારાજા શૂરપાળનો આમાં સંદેશો છે, તેઓ આપને પોતાને ત્યાં પધારવા નિમંત્રણ પાઠવે છે.
કુમારે તેને સમજાવ્યો કે મારા પિતાશ્રીની આજ્ઞા વાસવપુર માટે આવી ગઈ છે. એટલે મહારાજ શૂરપાળને તું જણાવી દે કે આપની સૂચના મારે શિરોમાન્ય હોવા છતાં, હું હાલ તત્કાલ તો નહિ, પણ વાસવપુરથી નીકળીશ, ત્યારે આપને ત્યાં અવશ્ય આવીશ.
આ વાત ચાલુ છે, ત્યાં વળી એક દૂત આવ્યો. દંતપુરથી રાજા મહાબળનો શ્રીવર્મ પરનો સંદેશો લઈને તે આવ્યો હતો. કુમારે તેનો લેખ વાંચ્યો. તેમાં લખ્યું હતું કે “આવનાર સંદેશવાહકનું નામ શ્રીહર્ષ છે. અમારો અંગત અને વિશ્વાસપાત્ર સેવક છે. તે તમને જે વાત કરે તે તમે સાંભળજો, સત્ય માનજો, એમાં કોઈ જાતની શંકાકુશંકા ન કરજો, અને એ જે કહે તેનો તમે અમલ પણ કરજો.”
કુમારે એ મનુષ્ય શ્રીહર્ષ જ હોવા વિશે પાકી ખાતરી કરી લીધી, અને પછી તેને પોતાની વાત રજૂ કરવા નિર્દેશ આપ્યો.
તે પછી શ્રીહર્ષે કહેલી વાતોનો સાર આ હતો :
મહારાજ મહાબળ કહેવડાવ્યું છે કે સુદર્શનકુમાર એ અમારો અત્યંત હાલો દીકરો છે. પણ તે અમારી આજ્ઞામાં વર્તતો નથી. તેને સુધારવા માટે ઘણા પ્રયાસો કર્યા, મંત્રીઓ અને મહાપુરુષોનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org