________________
શ્રીવર્મ
છે ૨૨૧
સુપાત્રદાનનો વિધિ પત્યા પછી શ્રીવર્ગે નગરના સકળ શ્રાવકવર્ગને-સંઘને આમંત્રિત કર્યો. બધા આવ્યા. તેણે સૌને ભાવથી જમાડ્યા. છેલ્લે તંબોલ વગેરે આપ્યાં. પછી હાથ જોડીને વિનંતિ કરી કે બાકીના સાત દિવસો પણ સંઘે મારા આંગણે જ ભોજન લેવું, એવી મારી માગણી છે. સંઘે તેનો સ્વીકાર કર્યો ને વિદાય લીધી.
પછી પોતાના પરિવારના, સુદર્શન વગેરેના ભોજનની ચિંતા તથા તપાસ કરી. નગરના બારણેથી કોઈ યાચક, દીન, અનાથ, પરદેશી ભૂખ્યા ન જાય તેવી પણ તેણે વ્યવસ્થા કરાવી. એ પછી પોતાના ગૃહચૈત્યની પૂજા બાકી હતી તે કરી લીધી. અને ત્યારબાદ તે, તેનો પરિવાર તથા દૂષલ વગેરે બધાં જમ્યાં.
રાત પડતાં તે અને વસંતશ્રી શયનખંડમાં એકલાં પડ્યાં. ત્યારે તેણે પૂછ્યું : દેવી! આજે આખો દિવસ જિનચૈત્યોમાં પૂજા કરી, સાધુઓને વાંદ્યા તથા પડિલાભ્યા, સાધર્મિક વાત્સલ્ય પણ કર્યું, આ બધું તમને કેવું લાગ્યું? આમાં તમને આનંદ આવ્યો કે નહિ?
વસંતશ્રી ભાવવિભોર સ્વરે બોલી : પ્રાણેશ! આજના આનંદની તો શી વાત કરું? હું તો જાણે અમૃત કુંડમાં હાઈ છું આજે ! મારા જીવનમાં મેં કદી જોયું, જાણ્યું કે સાંભળ્યું નહોતું, તે બધું એકીસાથે આજે મેં અનુભવ્યું છે.
કેવી અદ્ભુત એ પ્રતિમાઓ! જાણે શાંતરસનાં ઝરણાં! અને એનું સ્નાત્ર તથા પૂજા પણ કેવાં ઉત્તમ હતાં! દ્રવ્યો પણ ઉત્તમ, ને અનુષ્ઠાન પણ અતિઉત્તમ! પેલા શ્રાવકો પણ કેટલા બધા ભદ્રિક અને ભાવિક હતા!
અને સાધુમહારાજો! આવા સાધુઓ તો મેં આજ પ્રથમવાર દીઠા હોં. સર્વ સંગના ત્યાગી હોય, નિઃસ્પૃહતા તો અંગેઅંગમાંથી ટપકતી હોય, પોતાની ઉદરપૂર્તિની પણ ખેવના ન હોય, તપથી કુશ એવી કાયાની ટાપટીપની પણ જેમને તમા ન હોય આવા સાધુઓ તો મેં આ જ જોયા. આ જગ્યાએ જો મારા પિતાજીના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org