________________
– ૨૧૪ ૨
સમરું પલપલ સવત નામ
આગતાસ્વાગતા કરી. સમય થતાં જ બાજઠ મંડાયા ને ભાણાં પીરસાયાં.
વિરપાળનો આગ્રહ રહ્યો કે શ્રીવર્મની સમગ્ર સેનાને પોતે જ જમાડશે. એટલે તેણે શ્રીધર્મની છાવણીમાં તે રીતે દાણાપાણી પહોંચાડવાની ગોઠવણ પણ કરાવી દીધી હતી.
મહેમાન-યજમાન બધા જમવા બેઠા, ત્યાં જ અચાનક દૂષલે વાત ઉપાડી : કુમારશ્રી! અમારાં ભાભીને કેમ નથી લાવ્યા? આ કેમ ચાલે?
વીરપાળ તો ઉત્સાહના અતિરેકમાં આ વાત વીસરી જ ગયેલો. પણ દૂષલે યાદ અપાવતાં જ તેણે વાત ઉપાડી લીધી : ભાભી તો જોઈએ જ. અહીં આવ્યાં હોત તો કાંઈ એમને અમારી નજર ન લાગી જાત.
શ્રીવર્ષે હસીને સમજાવ્યા કે વસંતશ્રીને અહીં આવવા માટે મેં કહ્યું, પણ તેને અનુકૂળતા નહોતી તેથી ના પાડી. બાકી આમાં કાંઈ કારણ કે રહસ્ય નથી.
પણ વીરપાળ માને? તેણે કહી દીધું : તો એમ કરો, તમે બધા પ્રેમપૂર્વક ભોજન કરી લો. હું નથી.જમતો. ભાભીજી પધારશે તો જમીશું, નહિ તો આજે ઉપવાસ જ ભલો!
શ્રીવર્ગ મીઠી મૂંઝવણ અનુભવી રહ્યો. પણ આટલા બધા પ્રેમાગ્રહ સાથે નમતું જોખવા સિવાય તેની પાસે કોઈ વિકલ્પ જ ન હતો. તેણે ત્વરિત નિર્ણય લીધો. દૂષલ અને રણસિંહ બને તે જ ઘડીએ વસંતશ્રીને તેડી લાવવા તેણે રવાના કર્યા. વસંતશ્રીને કહેવડાવ્યું કે, બધું પડતું મૂકીને આ લોકો સાથે જ અહીં આવવા નીકળી જજો. તમે આવશો તો જ અમે બધાં ભોજન પામીશું ને તો જ – તે પછી જ મને પાછા ત્યાં આવવાની રજા મળશે.
બન્ને ઝટ ઝટ ગયા. સંદેશો મળતાં જ વસંતશ્રી તૈયાર થઈને વીરપાળના મહેલે પહોંચી. વીરપાળે તેને ભાવપૂર્વક આવકારી ને પ્રણામ પણ કર્યા. પણ તેની આંખો તો બેની ચાર થઈ જ ગઈ :
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org