________________
૧૮૮ ૨ સમરું પલપલ સુવ્રત નામ
દૂષલ અત્યંત પ્રસન્ન થયો. તેની માનતા બરાબર ફ્ળી હતી.
બીજી બાજુ, સુદર્શનના અત્યંત ચતુર અને સાબદા સેનાનાયક માધવને, તેણે બિછાવેલી જાળને કારણે, જાણ થઈ ગઈ કે હવે બે ત્રણ દહાડામાં જ વીરપાળ વસંતશ્રીને નરપુંગવ રાજવીના દેશની સીમામાં પહોંચાડવા લઈ જશે.
તેણે તાબડતોબ આ માહિતી સુદર્શનને પહોંચાડી. એ સાથે જ સુદર્શન રાજીરાજી થઈ ગયો. તેણે વિચાર્યું : વીરપાળ કુંવરીને નરપુંગવના પ્રદેશમાં મૂકીને પાછો વળી જ જવાનો; એ કાંઈ ઠેઠ ચંદ્રપુર સુધી તો નહિ જ જાય. એ નીકળે કે તરત જ હું પણ ચૂપચાપ નીકળી જઈશ મારા સૈન્ય સાથે. દેખાવ દંતપુર તરફ જવાનો રચીશ, ને કોઈને ય કાંઈ સમજ પડે તે પહેલાં જરાક ચકરાવો લઈને પણ, નરપુંગવના પ્રદેશમાં પહોંચી જઈશ. ત્યાં તો વસંતશ્રી એકલી જ હશે, એટલે કે તેની સહાયતામાં બીજું કોઈ જ નહિ હોય; એ વખતે તેને આંતરીશ, ને મારે ઘેર ઉપાડી જઈશ. હાશ, જે થાય છે તે ઠીક જ થાય છે.
તેણે માધવને પોતાનું મનોગત સમજાવ્યું, ને વિશેષ માહિતી માટે મોકલી આપ્યો.
તો આ તરફ, શ્રીવર્મના બે સંદેશવાહકો વસંતશ્રીની સમીપે પહોંચી ગયા, ને શ્રીવર્સે કહાવેલો સંદેશો તેને કહી સંભળાવ્યો. શ્રીવર્મ ખુદ પોતાની વહારે આવી રહ્યાના સમાચાર સાંભળતાં જ વસંતશ્રીના રોમેરોમ ખીલી ઊઠ્યા. તેની આંખો હષઁદ્રેકમાં દ્રવી ઊઠી.
પરંતુ બીજી જ પળે તેનો હર્ષ શોકમાં પલટાયો. પોતાના વિશ્વાસુ સેવક શામળ અને તેના સાથીઓના દુઃખદ તેમજ ઘાતકી રીતે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org