________________
શ્રીવર્મ * ૧૯૭
સમાચાર છે. એનો અર્થ એ કે એ આજે રાત-દહાડો ગીત-નૃત્યમાં જ રોકાયેલો હશે ને તેથી ગાફેલ હશે. આ તકનો લાભ લેવો હોય તો લઈ લેવા જેવો છે.
સુદર્શન તો આવી જ તકની પ્રતીક્ષામાં હતો. તે ઉત્સાહમાં આવી ગયો. તેણે માધવને તો તમારા વિશે વધુ માહિતી જાણી લાવવા મોકલી દીધો. પરંતુ તેના જતાં જ પોતાના સેનાપતિ નરસિંહને બોલાવી, માધવે આપેલા સમાચાર કહીને આજ્ઞા કરી કે આજે પાછલી રાત્રે વજાયુધા દેવીના મંદિરમાંથી નીકળીને શ્રીવર્મ જ્યારે પોતાના સ્થાને જઈને ઊંઘી જાય, ત્યારે તમારે સૈન્ય સાથે ત્યાં જવાનું, શ્રીવર્મના રહેઠાણ પર ધાડ પાડવાની ને તે જાગે તે પહેલાં જ પાછા વળી જવાનું.
નરસિંહે સુદર્શનની વાત પકડી લીધી, અને ત્યાંથી ઊઠી પોતાના પડાવમાં પહોંચી તેણે વિવિધ ટુકડીઓના નાયકોને એક પછી એક બોલાવીને છાની છાની સૂચનાઓ આપવા માંડી. તે નાયકો પણ પોતાને મળેલી સૂચના પ્રમાણે, ત્યાંથી પોતાને સ્થાને જઈને શ્રેષ્ઠ અશ્વો, હાથી, સુભટો વગેરેને તૈયાર કરવામાં લાગી પડ્યા છે.
મહારાજ, આટલું જોઈને હું ત્યાંથી નીકળી ગયો છું. અહીં આવીને જેવું જોયું તેવું આપને નિવેદન કર્યું. હવે આપ આજ્ઞા કરો.' ગુપ્તચરે પોતાની વાત પૂરી કરતાં શ્રીવર્મને કહ્યું.
શ્રીવર્ષે તેના પ્રતિ પોતાની પ્રસન્નતા વ્યક્ત કરી તેનો યોગ્ય સત્કાર કર્યો. તેનું નામ વાયુકુમાર હતું તે પણ વાતવાતમાં જાણી. લીધું. પછી તેને પુનઃ સુદર્શનની પછીની હિલચાલ જાણવા માટે મોકલી આપ્યો.
તેના જતાં જ કુમારે પોતાના સૈન્યાધિપતિને ત્યાં ચાલુ નાટકે જ – બોલાવ્યો, અને તેના કાનમાં કાંઈક લંબાણપૂર્વક સૂચનો કહી તેને વિદાય કર્યો. પણ પોતે તો ત્યાં જ, મોઢા પર ચિંતાની આછી પણ રેખા આવવા દીધા સિવાય, નાટક જોતો અને આનંદ-પ્રમોદ કરતો બેસી રહ્યો.
Jain Education International
For Private & Personal Use Only
-
www.jainelibrary.org