________________
– ૨૦૬
સમરું પલપલ રાવત નામ -
આગેકૂચ પ્રારંભી દીધી, શ્રીવર્મની દિશામાં.
પેલી બાજુ, ગામડિયાનો વેષ ભજવતા સૈનિકો મૂછે તાવ દેતા ને એકમેકને તાળી આપતાં ઉતાવળી ચાલે ચાલતાં પહોંચ્યાં યોગરાજ પાસે. તેને તેઓએ નરસિંહના ચોકિયાતોને કેવા છેતર્યા તેની વાત કરીને કહ્યું કે કુમારશ્રીએ કહાવ્યું છે કે મેં હસ્તીદળનું નેતૃત્વ લઈ લીધું છે, અને અમે સાબદા જ છીએ; હવે જે ક્ષણે અમારી છાવણીની દિશામાં મશાલો ઝળહળી ઊઠે, રણભેરી ગાજી ઊઠે અને ભાટ-ચારણોના સ્વરો ગુંજવા લાગે, તે ક્ષણે તમે જાણજો કે યુદ્ધ ચાલુ થઈ ગયું છે. એ સાથે જ તમારે પાછળથી હલ્લો કરી દેવાનો છે.
આ વાત ચાલતી હતી ત્યાં જ યોગરાજનો અંગત ગુપ્તચર ખબર લાવ્યો કે નરસિંહનું સૈન્ય આગળ ધસી રહ્યું છે. તત્કાળ યોગરાજે પણ તેનું પગલે પગલું દબાવતા તેનો પીછો આદરી દીધો.
નરસિંહના મનમાં એક જાતની નિશ્ચિતતા પ્રવર્તતી હતી. તે હજી પણ એવા જ ભ્રમમાં રાચતો હતો કે તેની યોજનાની તથા હુમલાની શત્રુને ગંધ પણ નથી આવી. અત્યારે તો શ્રીવર્મ ને તેનું સૈન્ય નિરાંતે મીઠી નીંદરમાં પોઢ્યા હશે, ને એને જાગવાની ને પછી ભાગવાની કે સામનો કરવાની તક મળે તે પહેલાં તો મારું કામ તમામ થઈ ગયું હશે.
આ તોરમાં ને તોરમાં તે શ્રીવર્મની છાવણીની નજીક આવી પહોંચ્યો. ત્યાં તો એકાએક એકીસાથે સેંકડો મશાલો પ્રજ્વલિત થઈ ઊઠી ને રણવાદ્યો ગરજી ઊઠયા. એ સાથે જ હજારો કંઠમાંથી મારો, કાપોના તુમુલ નાદ ને શસ્ત્રોના ખખડાટ પણ કાને પડ્યા.
મશાલના પ્રકાશમાં તેણે જોયું તો તેની આંખો પહોળી થઈ |
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org