________________
-૨૦૮ કે
સમરું પલપલ સુત નામ -
અહીંથી હેમખેમ બહાર નીકળવું શક્ય જ નથી. કાં તો વીરમૃત્યુ ને કાં તો શરણાગતિ : બે સિવાય ત્રીજો કોઈ વિકલ્પ હવે તેને માટે શેષ નથી રહ્યો. જો આમ જ હોય તો યુદ્ધ લડતાં લડતાં વીરોચિત મૃત્યુ વરવાનું શું ખોટું ?
તેણે સૈન્યને હાકલ કરી કે પાછા ફરો, ને લડી લો. એ આદેશ થતાં જ સૈન્ય મરણિયું બનીને લડવા માંડ્યું. નરસિંહે પણ પ્રચંડ શૌર્ય દાખવ્યું. પણ છેવટે તે ક્ષેમરાજના હાથે મરાયો જ. અને સેનાનાયકનું પતન થતાં જ તેનું બચેલું સૈન્ય જીવ મુઠ્ઠીમાં લઈને પલાયન થઈ ગયું.
શ્રીવર્ગનો જ્વલંત વિજય થયો. નાસી રહેલા શત્રુ-સૈન્યને તેણે જવા દીધું.
યુદ્ધ પત્યું ત્યાં તો સવાર પડી ગઈ. સૂર્ય ઊગી ગયો.
શ્રીવર્ય હાથી પરથી નીચે ઊતર્યો. બધાં હાથી-અશ્વો વગેરેને છૂટાં કરવામાં આવ્યાં. સૈનિકોને પણ આશ્વસ્ત થવાની તક મળી
રહી.
- રણભૂમિ પર ઘાયલ થયેલા બન્ને પક્ષના સૈનિકોના તથા ઘાયલ અશ્વાદિના પાટાપિંડી શ્રીવર્ગના મનુષ્યો દ્વારા કરવામાં આવ્યા. સામા સૈન્યના સૈનિકો પોતાનાં અશ્વો, આયુધો, કવચો વગેરે છોડીને નાસી ગયેલા, એટલે તે બધાંયનો તેના સૈનિકોએ કબજો લીધો.
યોગરાજે પંચકુલ દ્વારા સુદર્શનના સૈન્યમાંથી મળેલી તમામ વસ્તુઓની નોંધ પણ તૈયાર કરાવી વાળી.
એ પછી શ્રીવર્મે કેલુક નામના પોતાના અંગત સેવકને અમુક ખાસ સંકેત સાથે સેનાપતિ રણસિંહ પાસે રવાના કર્યો. યોગરાજ વગેરેને હવે પછીની કામગીરી અંગે નિર્દેશો આપ્યા. અને પછી પોતે પડાવમાં જઈ નિદ્રાધીન થયો.
રાત્રે થયેલા ખૂનખાર જંગના સમાચાર વીરપાળ પાસે પહોંચ્યા, |
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org