________________
શ્રીવર્મ
૨૦૯
ત્યારે તે ડઘાઈ જ ગયો. આવું કાંઈ બની શકે તેવી સંભાવના પણ તેણે નહોતી કલ્પી. કદાચ તે ઊંઘતો જ ઝડપાયો હતો.
તેણે તરત દૂષલને તૈયાર કર્યો અને શ્રીવર્ગ પાસે મોકલ્યો. દરમ્યાનમાં, શ્રીવર્ગ પણ જાગી ગયો હતો અને સ્નાનાદિથી પરવારીને ડાયરો ભરીને બેઠેલો. દૂષલને તેણે આવકાર્યો. દૂષલે પણ ઔપચારિક વિધિ પતાવીને શ્રીવર્મ સમક્ષ મીઠો રોષ ઠાલવ્યો : કુમાર! અમારા કુમાર વીરપાળે આપને ઠપકો આપવા માટે મને મોકલ્યો છે.
શ્રીવર્ગ : કેમ ભલા, શેનો ઠપકો અમને આપવાનો છે?
દૂષલ : કુમાર! આવું કરવાનું? અમારા મહારાજા શૂરપાળ દેવે કુમારને આપની સહાય કરવા માટે ખાસ મોકલ્યા છે, ને મને પણ આપના પક્ષે રહેવા આજ્ઞા મોકલી છે. અને આપે તો બધું બારોબાર જ પતાવી દીધું! રાત્રે આટલી ભયંકર લડાઈ કરી તો અમને કહેવડાવવું તો જોઈએ ને! અમે પણ આપની સાથે જ હોત, સામે ન થાત કાંઈ.
શ્રીવર્મ હસી પડ્યો. તેણે દૂષલને સમજાવ્યો : ભલા માણસ! અમારી પરિસ્થિતિ તો સમજવાનો પ્રયાસ કરો. અમે કાંઈ યુદ્ધ સામે ચાલીને વહોરવા નહોતા ગયા. અમે તો શાંતિથી બેઠા હતા, ત્યાં જ સુદર્શને અમારા પર હલ્લો કરાવ્યો. હવે આમ ઓચિંતો હુમલો આવે ત્યારે તેનો સામનો કરીએ કે તમને કહેવડાવવાની પળોજણમાં પડીએ? તમે જ કહો.
Jain Education International
દૂષલ શું કહે?
હજી તો આ સંવાદ ચાલતો હતો, ત્યાં તો રણસિંહનો દૂત આવી ચડ્યો. તેણે નમીને નિવેદન કર્યું : કુમા૨! સેનાપતિએ સુદર્શનને પકડી લીધો છે, અને તેને બંધનગ્રસ્ત બનાવીને તેઓ અહીં આવી રહ્યા છે.
આ સાંભળીને પણ શ્રીવર્ગ લેશ પણ વિચલિત ન થયો. મનમાં ઊઠેલો હર્ષ તેણે મનમાં જ શમાવી દીધો. તેણે વળતું પૂછ્યું :
For Private & Personal Use Only
www.jainelibrary.org