________________
૨૦૨
સમરું પલપલ સુરત નામ
કુમારશ્રી પાસે જઉં છું. તમે લોકો અધ પંથ કાપ્યા પછી જરા રોકાજો, વાટ જોજો. કુમારનો નવો આદેશ લઈને હું તમને તરત પાછો મળું છું.
હવે ફરમાવો, શી આજ્ઞા છે?
કુમારે ત્વરિત નિર્ણય લેતાં તેને સમજાવ્યો : યોગરાજને કહે કે તેની પાસેના સૈન્યને બે વિભાગમાં વહેંચી દે. એક વિભાગ તેના ભાઈ ક્ષેમરાજને હવાલે કરે. ક્ષેમરાજ તે સૈન્યને લઈને આપણો પડાવ છે ત્યાં પહોંચે, અને આપણે મૂકેલા ચોકિયાતોને પડાવની અંદર મોકલી દઈને તેનું નાકું સંભાળી લે.
યોગરાજ પોતાની ટુકડીને લઈને જરાક ચકરાવો લઈને નરસિંહના લશ્કરની પાછળ પહોંચી જાય અને જરાક અંતર રાખીને રાહ જુએ. તેને ખાસ કહેજે કે હાથીઓની સેના તે અલાયદી જ રાખે; ક્ષેમરાજને ન સોંપે. હાથી-સેનાને આપણા પડાવની પછીતે, કોઈને ખ્યાલ ન આવે તે રીતે ગોઠવી દો. નરસિંહ આપણા પડાવ પર હુમલો શરૂ કરે ત્યારે મારા મોકલેલા ગુપ્તચર દ્વારા સંકેત મળતાં જ યોગરાજે તેને પાછળથી ભીડવવાનો છે. આગળ તો ક્ષેમરાજ છે જ. અને બરાબર તે જ વખતે હું પણ વજાયુધા દેવીના ગઢમાંથી બહાર નીકળીને હાથીઓના દળ સાથે ક્ષેમરાજની વહારે ધસી જઈશ. આમ ત્રિપાંખિયા હુમલાનું આપણે આયોજન કરવાનું છે. તું સત્વર પહોંચ અને યોગરાજને આ આખીયે યોજના સમજાવી દે.
સુંદર વીજળીવેગે પહોંચ્યો, કુમારનો આદેશ યોગરાજને કહ્યો, અને તેણે પણ અત્યંત ચપળતાપૂર્વક તેનો અક્ષરશ: પણ ત્વરિત અમલ કર્યો.
આ બાજુ શ્રીવર્મકુમારે નાટક અને નાચગાન સત્વર આટોપાવ્યાં. પોતે વસંતશ્રીના આવાસે ગયો, ઝટપટ તૈયાર થઈ ગયો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org