________________
- ૧૮૬ કે
સમરું પલપલ રાવત નામ
પણ.
દૂષલે ઘેરી વિમાસણ અનુભવતાં અનુભવતાં કહ્યું : કુમારશ્રી! આપની આજ્ઞાને અનુસરવું એ મારી ફરજ છે. પણ આ ગોઠવવું કેવી રીતે? વસંતશ્રીને કોઈ જ કારણ કે વાજબી પ્રયોજન વિના આપણે ત્યાં બોલાવી ન શકાય; કેમકે છેવટે તે સ્ત્રી છે.
તો આપણે સામે ચાલીને કોઈ ગંભીર નિમિત્ત વિના તેને ત્યાં જઈએ તે શોભાસ્પદ નહિ ગણાય. તમે જાતે ઊઠીને રક્ષણીય એવી પરાયી સ્ત્રીના ઘેર જાવ તો તેનો અર્થઘટનો તથા પડઘા બહુ વિચિત્ર પડે. આપને કાંઈ સૂઝતું હોય તો મને કહો.
વીરપાળ ચાલાક હતો. તેણે જોયું કે દૂષલ બરાબર ભીડાયો છે ને હવે આ આવેલી તક જતી કરવી પાલવે તેમ નથી. એટલે તેણે તક્ષણ ભારે ઠાવકાઈથી દૂષલને કહ્યું : મને એક ઉપાય સૂઝે છે. આપણે વજાયુધા દેવીનાં દર્શન કાજે જઈએ. બરોબર તે જ સમયે વસંતશ્રીને પણ પૂજા-દર્શન માટે આવી જવાનું કહેવડાવીએ. તે આવશે જ. તો ત્યાં મારી ઝંખના પણ ફળીભૂત થશે. સાપ મરે નહિ, ને લાકડી ભાંગે નહિ. બોલો, બરાબર છે?
દૂષલે હવે હા ભણ્યા સિવાય કોઈ આરો નહોતો. તેને આ બધું લેશ પણ રુચિકર ન હોવા છતાં કહેવું પડ્યું કે “કુમારશ્રી ! આપ જે વિચારો તે યોગ્ય જ હશે; હું રહ્યો વહીવટદાર માણસ; મને આમાં ઝાઝી ગમ ન પડે.”
વીરપાળ ખુશખુશાલ. કહે : હું એકલો નથી જવાનો. તમારે પણ મારી સાથે જ આવવાનું છે. ચાલો, તૈયાર થઈ જાવ.
દૂષલ તેની સાથે ગયો. પણ જતાં જતાં રસ્તામાં તેના ચિત્તમાં ભારે ગડમથલ ચાલતી રહી. તે બરાબર કળી ગયો હતો કે કુમાર વીરપાળની દાનત સારી નથી જ નથી. એ જેવો કુંવરીને જોશે, તેવો તેના રૂપથી મોહિત થઈને કાંઈક અડપલું કરશે જ. હે ભગવાન! હવે શું કરવું? આની છોકરમતમાં ભયંકર અનર્થ ન સર્જાય તો સારું. હું શું કરું તો આવતા અનર્થને રોકી શકાય?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org