________________
- ૧૮૪
સમરું પલપલ સૂવત નામ
સ્થાને પહોંચતી કરવાની છે. આમાં વળી એના રૂપ વિશે જાણવાનો આટલો આગ્રહ આપણે શા માટે રાખવાનો?
વીરપાળ : તમારી વાતમાં તથ્ય હશે. પણ એ વ્યવહારોચિત નથી. મને રાજા શૂરપાળે વસંતશ્રીની સહાય અર્થે મોકલ્યો છે. એ વાત મારે એને સત્તાવાર રીતે જણાવવી જ પડે.
દૂષલે કચવાતા દિલે પણ સંમત થવું જ પડ્યું. તેની સંમતિ થતાં જ વીરપાળે પોતાના એક અંગત મનુષ્યને તૈયાર કર્યો. તો દૂષલે પણ તેની સાથે પોતાનો એક અંગત માણસ ગોઠવી દીધો.
બેય મનુષ્યો ગયા કુંવરી પાસે, ને જણાવ્યું કે તેની સહાય માટે શૂરપાળ રાજાના યુવરાજ વીરપાળ સ્વયં સૈન્ય સહિત ગુલડપુરમાં આવી ગયા છે. અને તેમણે એ જાણવા માગ્યું છે કે આપને હવે ક્યાં જવું છે? વાસવપુર -- પિતાના ઘેર કે ચંદ્રપુર - શ્રીવર્મને ત્યાં?
કુંવરીએ ત્વરિત ઉત્તર વાળ્યો : મારે ચંદ્રપુર જ જવું છે, બીજે ક્યાંય નહિ. મને તમે નરપુંગવ રાજાના પ્રદેશની સરહદમાં મૂકી દેશો તો પણ ચાલશે.
તો ક્યારે નીકળવું છે ત્યાં જવા માટે?
કુંવરી : બે-ત્રણ દિવસ પછી નીકળવું છે. હમણાં અમારા કેટલાક માણસો કાર્યવશ બહાર ગયા છે, તે એક-બે દિવસમાં પાછા ફરે, પછી તરત અમને અહીંથી વિદાય મળે તેવી મારી અપેક્ષા છે. કુમારશ્રીને પ્રણામપૂર્વક આ વાત જણાવજો. એ માણસો પાછા આવે કે તરત હું તમને કહેવડાવીશ, ને તો તમે વિના વિલંબે આવી જજો.
બન્ને મનુષ્યોએ તે વાત પકડી લીધી ને જવા માટે ઊઠ્યા, ત્યારે કુંવરીએ તે બેઉનું ઉત્તમ વસ્ત્રાદિ વડે સન્માન કર્યું ને તેમને જવા દીધા. એ બન્નેએ પણ વીરપાળ તથા દૂષલ સમક્ષ જઈને યથાવતું નિવેદન કરી દીધું.
પણ વીરપાળને એ વાતો જાણવામાં જરાય રસ ન પડ્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org