________________
– ૧૮૨
સમરું પલપલ સુવ્રત નામ –
પહોંચીને બધા સમાચાર આપ્યા.
આ સાંભળતાં જ સુદર્શનને પગ તળેથી ધરતી ખસી રહી હોવાનો અનુભવ થવા લાગ્યો. તે મનમાં સમજી ગયો કે હવે મારું પ્રયોજન સિદ્ધ થવું મુશ્કેલ બનવાનું. એથી હવે અહીં પડી રહેવાનો પણ ઝાઝો અર્થ મારા માટે નથી.
પરંતુ સાથે સાથે તેણે એમ પણ વિચાર્યું કે આ તબક્કે હું અહીંથી પાછો ફરી જાઉં, તો મારી અપકીર્તિ જ થાય કે વીરપાળથી ડરીને નાઠો. એટલે હમણાં વરપાળને આવવા દઉં, ને થોડો વખત અહીં જ રહી પડું. વસંતશ્રી હવે અહીંથી ક્યારે નીકળે છે, તેની ભાળ મળ્યા પછી જે કરવું ઘટે તે કરીશ.
અને બીજે જ દિવસે વીરપાળ પોતાના વિશાળ સૈન્ય સાથે ત્યાં- ગુલMડપુરમાં આવી પણ પહોંચ્યો.
વીરપાળ બહાદૂર જરૂર હશે, પણ બુદ્ધિમાં જરા સ્થૂળતા વધુ હશે. અથવા તો કામાંધ મનુષ્યને બુદ્ધિ સાથે આડવેર થતું હોય છે તેમ તેને પણ થયું હશે. ગમે તેમ, પણ તેણે ગુલMડપુર આવ્યા પછી દૂષલ દંડનાયક સાથેની પોતાની પ્રથમ મંત્રણામાં જ પોતાનો મનોભાવ છતો કરી નાખ્યો : પિતાએ તો કુંવરીની રક્ષા અર્થે મોકલ્યો છે, ને પોતે પણ તેમ કરવાનું કહીને જ આવ્યો છે. પણ મનમાં તો જુદો જ ભાવ છે, વસંતશ્રીને વશ કરવાનો ને પરણવાનો.
તેને હતું કે પોતે રાજકુમાર છે, અને દૂષલ ગમે તેમ તોય પોતાનો નોકર જ ગણાય, એટલે તે પોતાની વાતમાં સહમત જ થશે; સહાયક બનશે.
પણ તેની ધારણા જૂઠી ઠરી. દૂષલે તેને સ્પષ્ટ અને કડક શબ્દોમાં ડાર્યો કે મહારાજાને કુંવરીની રક્ષા કરવાનું કહીને નીકળ્યા છો, ને હવે તેના પર દાનત બગડી છે? આ નહીં ચાલે, આનાં પરિણામ કેટલો ખતરનાક આવી શકે તેની તમને કલ્પના છે કુમાર?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org