________________
શ્રીધર્મ
૧૮૩
અને શરણે આવેલ કન્યા ઉપર જ કુદૃષ્ટિ કરવી એ રાજપૂતને શોભશે. ખરું? માટે મારું માનો ને આ વિચારને મનમાંથી કાઢી જ નાખો.
દારૂડિયાને એકાદ થપ્પડ પડે ને નશો ઊતરી જાય તેમ દૂષલના કડક વલણથી વીરપાળનો મનોરથ હવા થઈ ગયો. તેણે જોયું કે દૂષલનો સાથ આમાં નહિ મળે. અને તેના સાથ વિના પોતાનું પ્રયોજન પાર પાડવું કેવળ અશક્ય જ હતું. એટલે તેણે પળવારમાં જ પોતાનો ઇરાદો બદલી નાખ્યો, ને દૂષલને કહ્યું કે “ભાઈ દૂષલ ! તમારી વાત મને જચી ગઈ છે. હું આ પળે જ મારો ઈરાદો બદલી વાળું છું. હવે કુંવરીની રક્ષા સિવાય મારું કોઈ લક્ષ્ય નહીં હોય. પરંતુ મારું એક કૌતુક તો તમારે પૂરવું જ પડશે.”
કયું કૌતુક? દૂષલે કુતૂહલ સાથે પૂછ્યું.
વીરપાળ : મેં સાંભળ્યું છે કે વસંતશ્રીનું રૂપ-સૌંદર્ય અત્યંત અદ્ભુત છે. આ વાત સાચી? તમારા અનુચરોને હમણાં વારંવાર ત્યાં જવાનું બન્યું હશે; કોઈકે તો એનું રૂપ જોયું હશે જ. કેવું છે એનું સ્વરૂપ?
દૂષલ : કુમાર! મારા માણસોને ત્યાં જવાનું બન્યા કરે છે તે વાત સાવ સાચી. પરંતુ કુંવરીને પ્રત્યક્ષ મળવાનો પ્રસંગ તો કોઈને ય હજી પડ્યો નથી. બધું કામ એમના અધિકારી જનો મારફતે જ પતી જતું હોય છે. પણ એક વાત છે. કુંવરીના સેવકો વારંવાર પોતાના પ્રયોજન અંગે મારી પાસે આવે છે ખરા. તેમને પૂછેલું મેં આ વિશે, અને તેમણે કુંવરીના અતિશય રૂપ-સૌંદર્ય વિશે વાતો કરેલી, એ વાત મને યાદ છે. - વીરપાળ : આપણે એક કામ કરીએ. આપણા અંગત માણસોને ત્યાં મોકલીએ. તેઓ વસંતશ્રીનું વાસ્તવિક રૂપ જોઈ આવે ને આપણને વર્ણવે.
દૂષલ : કુમારશ્રી! જે ગામ જવું નથી, તેનું નામ નાહક પૂછવાનો શો અર્થ? આપણને એ કુંવરી સાથે કાંઈ લાગતું વળગતું નથી.. આપણે તો આપણાથી બનતી સહાય કરીને એને અહીંથી તેના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org