________________
વજ્રકુંડલ
૧૧૯
કે કામદેવકુમાર આજે સવારે અશ્વશાળામાંથી પોતાનો અશ્વ લેવા આવેલા, પણ મહારાજની સવારી પાછી ફરી, ત્યારે તેઓ કાયમની માફક આજે જાતે અશ્વને મૂકવા નહોતા આવ્યા; પણ એકલો જ અશ્વ જ પોતાની મેળે શાળામાં આવી ગયો હતો.
આ શબ્દો કાને પડતાં જ રાજાએ હાથમાં લીધેલો કોળિયો હાથમાં જ રહી ગયો. તેણે કોળિયો પડતો મૂક્યો, ને તે જ ક્ષણે પગે ચાલતોચાલતો તે કામદેવની શોધ કરવા નીકળી પડડ્યો.
તેણે મનોમન નક્કી કર્યું કે જે રસ્તે સવારે અમે પાછા ફર્યાં તે જ રસ્તે તપાસ કરવા જવું જોઈએ. કેમકે નગરના પાદર સુધી તો તે મારી સાથે જ હતો; જે બન્યું હોય તે ત્યાર પછી જ, ધૂળમય વાતાવરણને લીધે થયેલી ભાગદોડમાં જ થયું હોય. માટે ત્યાં સુધી હવે મારે જાતે જવું જોઈએ.
રાજા ચાલી નીકળ્યો.
તે નીકળ્યો, એટલે પાછળ કામતિ પણ ચાલી.
સેવકોમાં નાસભાગ મચી ગઈ. થોડા સેવકો દોડ્યા, ને રાજા માટે રથ લઈ આવ્યા, એટલે અધવચ્ચે રાજા-રાણી રથારૂઢ થયાં, ને માર્ગની ચોતરફ નજર કરતાંકરતાં પાદરે પહોંચ્યાં.
પાદરે પહોંચતાં જ, માર્ગની વચ્ચે પડેલું, ધૂળમાં રગદોળાયેલું અને લોહીલુહાણ થયેલું કામદેવનું મૃતક રાજાની નજરે પડ્યું. રાજા છલાંગ મારી નીચે ઊતર્યો ને ત્યાં પહોંચી ગયો.
કામદેવની સ્થિતિ જોતાં જ શું બન્યું હોઈ શકે તેનો તેને ખ્યાલ આવી ગયો.
તેણે ભયાનક આઘાતનો આંચકો અનુભવ્યો. ત્યાં ને ત્યાં તે અર્ધમૂર્છિત બની ગયો. તેની આંખો ચકળવકળ થવા માંડી, મોઢે ફીણ વળવા લાગ્યાં, ને હમણાં પડ્યો કે પડશે તેવી ભ્રમિત અવસ્થા તેની થઈ પડી..
Jain Education International
સેવકોનું વૃંદ સાથે જ હતું. તેમણે રાજાની આ સ્થિતિ જોતાં જ દોડીને રાજા નીચે પટકાય તે પહેલાં તેને ઝાલી લીધો, ને ઊંચકીને રથમાં લઈ જઈ સૂવાડી દીધો.
For Private & Personal Use Only
www.jainelibrary.org