________________
૧૫૦ જ
સમરું પલપલ રાવત નામ –
બાળક પાસે અનપેક્ષિત જ ગણાય.
ઉપાધ્યાય બોલતા રહ્યા. રાજા સાંભળતા રહ્યા. પોતાના લાડલાનું ગુણવર્ણન સાંભળવું કોને ન ગમે? એ સાંભળતાં કોને તૃપ્તિ થાય?
પણ થોડી જ વારમાં કુમાર ભોજન પતાવીને પાછો ત્યાં આવી લાગ્યો, એટલે તેના મસ્તકે હાથ પસવારતા રાજાએ કહ્યું : દીકરા! હવે અમે ઘેર જઈશું. તારે હવે અહીં જ રહેવાનું. ગુરુજી પાસે શાસ્ત્રો અને કલાઓનું જ્ઞાન શીખવાનું, અને તેમના ચરણોની તથા આજ્ઞાની બરાબર આરાધના કરવાની . પછી ગુરુજી તને રજા આપે ત્યારે જ હવે ઘેર પાછા આવવાનું.
કુમારે પિતાજીનાં વચનો મસ્તક નમાવીને શિરોમાન્ય કર્યા, એટલે રાજા જવા માટે ઊભા થયા.
ઉપાધ્યાયે એ અવસર સાધ્યો, અને કુમારને જે ભુવનમાં નિવાસ આપવાનો હતો તે ભુવન જોવા તે રાજાને લઈ ગયા. રાજાએ તથા કુમારે અને શેષ પરિવારે પણ તે ભુવન બરોબર અવલોકી લીધું. - ભુવનની સુંદર રચના તેમજ ઉપાધ્યાયનું સમગ્ર સંકુલ જોઈને રાજાએ ઘણી પ્રસન્નતા સાથે આશ્ચર્ય પણ વ્યક્ત કર્યું, ત્યારે ઉપાધ્યાયે કહ્યું કે “મહારાજ! ભૂતકાળમાં કલિંગ દેશનો કોઈ રાજકુમાર અમારા વડવા પાસે ભણવા કાજે આવેલો ત્યારે આપના પરદાદા રાજવીએ આ ભુવન તેને માટે કરાવી આપેલું. તે રાજકુમાર તો ભણીને સ્વદેશ ચાલ્યો ગયેલો, પણ પછી આપના તે વડીલશ્રીએ અમારા વડવાને આ ભુવન સોંપી જ દીધું.”
રાજાએ આ વિગત જાણી સંતોષ અનુભવ્યો. ને પછી તે કુમારની સારસંભાળ માટે જરૂરી એવો સેવક-પરિવાર ત્યાં રાખી સ્વસ્થાને
ગયો.
કુમાર શ્રીવર્ગનું હવે વિધિવત્ શિક્ષણ શરૂ થયું. શિક્ષણની બે અર્થછાયા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org