________________
– ૧૭૦ જ
સમરું પલપલ સુવ્રત નામ
–
નિદ્રાધીન થઈ ગયા; કદાચ થોડુંક ભાન પણ ઓછું થયું હશે.
સવાર પડી. અજવાળું વધ્યું. અમે પણ જાગ્યા. ધીમે રહીને, સાવધાની વરતતા અમે ખાડામાંથી બહાર આવ્યા. કોઈ જ મનુષ્યની હાજરી ત્યાં ન હોવાની ખાતરી થતાં જ અમે બન્ને તે પરિસરમાં ફરી વળ્યા. અમારા છ ને શત્રુના ત્રણ – એમ નવ મૃતકો ત્યાં અસ્તવ્યસ્ત હાલતમાં પડેલાં.
અમને કંપારી છૂટી ગઈ. અમે ત્યાંથી અલ્લાવિ દેવીના મંદિરમાં ગયા, તો ત્યાં પાણીનો ભરેલો ઘડો જોયો. અમે તે પાણી વડે અમારા ઘા સાફ કર્યા ને પાટાપીંડી કર્યા. હાથ-મોં ધોઈ સ્વચ્છ થયા. તૃષા છિપાવી. એટલીવારમાં જ તે સ્થાનકનો પૂજારી ને તેની પત્ની ત્યાં આવી ગયાં.
અમે તેમની સલાહ માગી કે આ બધાં મૃતકોનો અગ્નિસંસ્કાર અહીં જ કરવો હોય તો કેવી રીતે થઈ શકે?
પૂજારીએ કહ્યું : નજીકના જંગલમાં લાકડાં કાપવા માટે અહીં રોજ ઘણા બધા કાંગલા આવે છે. તેમને કિંમત આપીએ તો લાકડાં આપે, ને તો આ કામ પતી શકે. *
અમે તેની જ મારફતે લાકડાં મેળવી લીધાં ને તેની કિંમત પેટે મૃતકોનાં પહેરેલાં કપડાં તે કાંગલાને આપી દીધાં, ને મૃતકોનો અગ્નિદાહ કર્યો.
ત્યારબાદ ત્યાંથી ધીરે ધીરે ચાલતાં અમે વેસણવલ્લી ગામે આવી એક લુહારને ઘરે રહ્યા. કાંઈક વળતર ચૂકવી તેના ઘેર ભોજન પામ્યા. બીજે જ દિવસે, એક સાર્થવાહ, વ્યાપાર અર્થે ચંદ્રપુર ભણી જતો હશે તે, ત્યાં આવ્યો.
અમારાથી ચાલીને તો ચંદ્રપુર સુધી પહોંચી શકાય તેમ હતું જ નહિ. એટલે તેની સાથે ભાડું ઠરાવીને તેના એક બળદગાડામાં અમે બેઠા, અને બરાબર દશ દિવસે અહીં આવી પહોંચ્યા છીએ. ભોજનના અને ગાડાના ભાડા પેટે આપી શકાય એવું કાંઈ જ અમારી પાસે બચ્યું નહોતું. એટલે અમે અમારાં પહેરેલાં સારાં વસ્ત્રો તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org