________________
શ્રીવર્મ
૧૭૩
યોગ્ય સત્કાર પણ કર્યો. થોડા દિવસમાં જ કામ પતી જતાં અમે શૂરપાલ રાજાની રજા લેવા રાજસભામાં ગયા. ત્યાં રાજ-કારોબાર ચાલુ હતો એટલે અમારો વારો આવે તેની રાહ જોતાં અમે બેઠા.
ત્યાં તો તે જ વખતે દૂષલ દંડનાયકના મોકલેલા સેવકો ત્યાં આવ્યા અને તેનો તાકીદનો સંદેશો રાજાના હાથમાં આપ્યો. રાજાએ પોતાના રાજ-લેખકને તે સોંપ્યો ને વાંચી સંભળાવવા ફરમાવ્યું. તેણે તે મોટેથી વાંચવા માંડ્યો. તેમાં લખેલું કે – “વાસવદત્ત રાજાની કન્યા વસંતશ્રી આપણા દેશમાં આવીને વજાયુધા દેવીના મંદિરના પરિસરમાં રોકાઈ છે. તે ચંદ્રપુરના રાજકુમાર શ્રીવર્ગને વરવા માટે જઈ રહી છે. બીજી બાજુ, દેતપુરના રાજા મહાબળનો પુત્ર સુદર્શન મોટી સેના સાથે તે રાજકન્યાની પાછળ પડ્યો છે, ને હઠાત્ તેને ઉપાડી જવા માગે છે. વસંતશ્રીના નિવાસસ્થાનથી બે ગાઉ દૂર જ તેનો પડાવ છે. હાલ તો મેં તેને આપનો આદેશ ન આવે ત્યાં સુધી રાજકન્યા અંગે કોઈ પણ પગલું ભરવાની મનાઈ કરીને રોક્યો છે. પણ તે ઝાઝું નહિ રોકાય. એટલે આ અંગે હવે મારે કેવું વલણ લેવું તેનો આદેશ તાત્કાલિક પાઠવવા વિનંતિ છે.'
હજી આ વાત પૂરી થાય – ન થાય, ત્યાં તો સુદર્શનના મોકલેલા અનુચરો ત્યાં આવી પહોંચ્યા. તેમને સુદર્શનનો વિનંતિપત્ર રાજાને આપ્યો. રાજાજ્ઞાથી તે પણ રાજલેખકે વાંચી બતાવ્યો. તેમાં જણાવેલું કે - “વાસવદત્ત રાજાએ પ્રથમ તો આ વસંતશ્રીને મારી સાથે વરાવવાનું સ્વીકારેલું; પણ આ કન્યા પોતાની હઠથી, પિતાની નામરજી ઉપરાંત, શ્રીવર્મકુમારને પરણવા માટે સ્વયંવરા થઈને નીકળી પડી છે. અત્યારે આપના પ્રદેશમાં વજાયુધા દેવીના પરિસરમાં પડાવ નાખીને રહી છે. તેના પર પહેલો અને ખરો હક મારો છે, એટલે હું તેને બળજબરીથી ગ્રહણ કરીશ; તો તેમાં આપે નારાજ થવાનું નહિ.
આપ તો મારા પિતા મહાબળ રાજા કરતાંયે મારે મન વધુ પૂજ્ય છો, ને તેથી જ આ વિનંતિ કરી રહ્યો છું. જો બીજા કોઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org