________________
શ્રીવર્મ
૧૭૫
ઘણાં ઘણાં કારણો છે. પહેલી વાત તો એ કે વસંતશ્રી પાસે પણ પોતીકું રક્ષકદળ છે; બીજું, તે સુરક્ષિત સ્થાને બેઠી છે, તેથી ઝટ તેના પર હુમલો કરવો અશક્ય છે; ત્રીજું, ત્યાંથી બે જ ગાઉ દૂર દૂષલ બેઠો છે, તે પણ સૈન્યસજ્જ છે ને વળી બલિષ્ઠ છે; ચોથું, એ ભાઈ પારકી ધરતી પર છે, પોતાની સરહદમાં નહિ; ને પાંચમું કારણ એ કે જો એ ઉતાવળ કાંઈ પણ કરે તો અમારી સાથે વિરોધની પાકી શક્યતા છે. આપણી બીક તેને લાગે જ. આમ ઘણાં કારણોસર એને વિનય દર્શાવવાની ફરજ પડી જણાય છે.
આમ બોલીને તરત જ રાજા સિંહાસન પરથી ઊભા થઈ ગયા. સભા વિસર્જિત થઈ. અમે પણ રાજાની અનુમતિ લેવાનું બીજી સભા ઉપર છોડીને ત્યાંથી નીકળી ગયા. અમે વિચાર્યું કે આજે ભલે આપણું ધારેલું કામ ન પત્યું, પણ આપણને વસંતશ્રી અંગેનો જે વૃત્તાંત મળ્યો તે બહુ મહત્ત્વપૂર્ણ છે, અને આપણા લાભની જ વાત છે.
વામનસ્વામીએ અમને બહાર નીકળતાં જ સૂચવ્યું : તમે બન્ને શક્ય ઉતાવળે ચંદ્રપુર પહોંચો, ને મહારાજ સમક્ષ આ આખોયે વૃત્તાંત નિવેદન કરો. આમા વિલંબ નહિ ચાલે.
અમે તરત જ નીકળી પડ્યા. પહેલાં જમી લીધું. પછી એક પરિચિતની હાટ પર જરા વિસામો લેવા બેઠા, તો ક્યાંક કાંઈક ઝીણી ઝીણી વાતો થતી હોય તેમ જણાયું. અમે જરા કાન માંડ્યા, તો ખ્યાલ આવ્યો કે અમે બેઠા તેની બાજુમાં જ બીજી એક હાટ હતી, ને તેમાં કોઈ બે મનુષ્યો વચ્ચે વાતચીત ચાલતી હતી. અમે સરવા કાને તે સાંભળવા પ્રયત્ન કર્યો તો તૂટક તૂટક જે શબ્દો કિાને અફળાયા તેનો સાર આવો હતો :
એક મનુષ્ય : અલ્યા, કાંઈ નવાજૂની સાંભળી તેં?
બીજો મનુષ્ય : ના ભઈ, કાંઈ સાંભળ્યું નથી. તેં કાંઈ સાંભળ્યું હોય તો કહે ને.
એક : આપણા રાજકુમાર આજે નીકળે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org