________________
૧૬૬ કે
સમરું પલપલ સવત નામ
ન જાય તે તમારે જોવાનું છે. સુદર્શનની આ વાત અમે સ્વીકારી છે. આમાં તમને પણ મોટો લાભ એ છે કે જો તમે આટલામાં જ રહેશો તો અમારી બીકથી પણ સુદર્શન તમને આંગળી નહિ અડાડે. જો તમે નીકળી જવાની હઠ રાખશો તો આ નિરંકુશ માણસ તમને કનડ્યા વિના નહિ રહે. માટે તમે હમણાં અહીં જ શાંતિથી રોકાઈ જજો.
કુંવરીના હૈયે આથી અપાર શાતા વળી. એક બાજુ આવનારી આફત દૂર ઠેલાતી જણાઈ, તો સાથે સાથે દૂષલ દંડનાયકનું વલણ પણ અનુકૂળ વયું.
પણ આટલાથી સંતોષ અનુભવીને બેસી રહેવાય તેમ તો નહોતું જ. કુંવરીએ પોતાના વિશ્વાસુ અને બહાદુર સેવક શામળની આગેવાની હેઠળ અમને સાતેક અનુચરોને પત્ર લખીને તથા મૌખિક સંદેશો આપીને ચંદ્રપુર તરફ રવાના કર્યા. આપને તથા કુમાર શ્રીવર્મને અમારી વિટમણા જણાવવી અને આપની સહાય લઈને કુંવરીને હેમખેમ અહીં લઈ આવવી એવો આમાં આશય હતો.
મહારાજ! અમે શામળ સાથે અહીં આવવા નીકળ્યા તો ખરા. પણ થોડેક દૂર ગયા ને અમારી નજરે એક દૃશ્ય પડ્યું. એક મોટા વૃક્ષ તળે એક શસ્ત્રસજ્જ ઘોડેસવાર મનુષ્યને અમે ઊભેલો જોયો. તેની સાથે બીજા પણ થોડાક સશસ્ત્ર સાથીઓ હતા.
શામળને જરા નવાઈ ઉપજી, ને શંકા પણ. તેણે જરા વેગળા રહીને એક સાથીદાર દ્વારા ભાળ મેળવી કે એ બધા સુદર્શનના માણસો હતા, ને વજાયુધા દેવીના દર્શનાર્થે નીકળ્યા હતા. ઘોડેસવારનું નામ માધવરાય હતું. શામળ ચેતી ગયો કે કુંવરીની જાસૂસી અને ચોકી થઈ રહી છે.
તેણે અમને બધાને સાવધ રહેવા તાકીદ કરી, ને સામાન્ય વટેમાર્ગની મુદ્રામાં અમે બધા ચાલવા માંડ્યા. અમે છ જણા પગપાળા હતા, માત્ર શામળ પાસે ઘોડો હતો. પેલાઓમાંના એકે અમને પૂછયું પણ ખરું : કોણ છો? ક્યાંના છો? ક્યાં જવાના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org