________________
શ્રીવર્ગ
અ ૧૬૭.
વગેરે. પણ અમે તેને આમતેમ જવાબો આપીને ટાળી દીધો.
તે રાત્રે અમે ત્રણ યોજન દૂર એક ગામમાં વિસામો લેવા રોકાણ કર્યું. થોડીવારમાં ત્રણ અજાણ્યા શસ્ત્રધારી મુસાફરો ત્યાં આવી ચડ્યા. અમે નિઃશંક હતા, એટલે આવનાર મુસાફરો સાથે હળી ગયા. ગળતી રાત્રે અમે બધા નિદ્રાધીન થઈ ગયા.
સવાર પડતાં પ્રવાસ શરૂ કર્યો. તે ત્રણ પણ અમારી સાથે થયા. પંથ છ જોજનનો હતો, ને પગપાળા કાપવાનો હતો, એટલે સ્વાભાવિક રીતે જ અમારો એક આદમી થાકને કારણે જરા ધીમો - પાછળ પડી ગયો. પેલા ત્રણે એકાંત જોઈને તેને ફોસલાવ્યો, ને અમે કોણ છીએ ને ક્યાં જવા નીકળ્યા છીએ તે વાત કઢાવી લીધી.
સાંજે અમે નિર્ધારિત મુકામ પર પહોંચ્યા, તો તે ત્રણે જણ ગાયબ! ક્યાંય જોવા ન મળ્યા. અમે માન્યું કે તેમનો રસ્તો જુદો હશે, ને ગયા હશે.
પણ જ્યાં વહેલી સવારે અમે ચાલવાનું પાછું શરૂ કર્યું. ત્યાં જ તે ત્રણ પૈકી બે જણા અમારી સાથે થઈ ગયા ને મૂંગા મૂંગા ચાલવા લાગ્યા. ચાલતાં ચાલતાં થોડી થોડી વારે તે બન્ને પાછું વળીને જોયા કરે. જરા વાર થાય ને પાછળ દેખે. વળી થોડો સમય જાય ને પાછળ જુએ. આમ ને આમ ભળભાંખળું થયું ને અમારા પેલા સાથીએ એ બેને ઓળખી પાડ્યા કે આ તો પેલા કાલવાળા! એણે એમની ચેષ્ટા અંધારામાં તો જોયેલી જ, પછી અજવાસમાં પણ એ ચેખા જોયા કરી, એટલે એના મનમાં શંકા જાગી કે નક્કી આ માણસો બરાબર નથી. એટલે એ પણ શંકાની નજરે તેમને તાકતો રહ્યો. પેલા બેને આનો ખ્યાલ આવી ગયો હોય કે ગમે તેમ, પણ થોડીવારમાં તે બન્ને અમારાથી અલોપ થઈ ગયા.
અમે તો પછી એમની ફિકર કર્યા વિના ચાલ્યા કર્યું. ચાલતાં ને ચાલતાં સાંજ ઢળી, સૂર્યાસ્ત થઈ ગયો, તો ય કોઈ ગામ ન આવે. એટલે અમે કંટાળ્યા. જરા ચિંતિત પણ થયા. વાતમાં કોઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org