________________
-૧૬૪
સમરું પલપલ સુવ્રત નામ
કરી દીધા. એ સાથે જ પેલા મનુષ્યો દોડ્યા, ને સુદર્શનને યથાતથ વાત કરી.
સુદર્શને ત્વરિત નિર્ણય લીધો. પોતાના ચતુરંગ સૈન્ય સાથે તે પણ દંતપુરથી નીકળી પડ્યો. તે ઉદ્ધત તો હતો જ; તેને તેના પિતાની કે આબરુની કશી જ પરવા નહોતી; પણ હવે તો તે રાગાંધ પણ બની ચુક્યો હતો. તેણે નક્કી કર્યું કે કુંવરી તેના પિતાના રાજ્યનો સીમાડો ઓળંગે કે ત્યાં જ તેને આંતરવી, ને આગળ વધવા ન દેવી. સીધી રીતે માને તો ઠીક, અન્યથા બળજબરીથી પણ હવે તેને વશ કર્યે જ જંપીશ.
તેણે ઝડપ કરી. દંતપુરના સીમાડા વહેલાસર વટાવીને કુંવરીને જવાના માર્ગમાં આગળ, કુંવરીને ઝટ ખ્યાલ ન આવે તે રીતે પડાવ નાખીને બેઠો.
કુંવરીને કે કોઈને પણ આવું કાંઈ બને તેની કલ્પના પણ ક્યાંથી આવે? કુંવરીનો રસાલો તો રાજાજીએ નક્કી કરી આપ્યા મુજબ ધીમે ધીમે આગળ વધતો હતો. વાસવપુરના સીમાડા વટાવીને તે શૂરપાલ નામે રાજાના પ્રદેશમાં પ્રવેશ્યો. અને એક સંધ્યાએ તેણે તે રાજ્યના ગુલખેપુર નામે નગરના બાહરી ભાગમાં વર્તતા વજાયુધા દેવીના ચૈત્યના પરિસરરૂપ ઉદ્યાનમાં પડાવ નાખ્યો. - ત્યાં પહોંચતા જ કુંવરીને કાને સુદર્શન ત્યાંથી બે ગાઉ દૂર જ પડાવ નાખીને બેઠો હોવાની વાત આવી. તે મનોમન થથરી ગઈ. તેને થયું કે નક્કી, આ વિચિત્ર રાજકુમાર હવે હેરાન કરવાનો.
તેણે તત્પણ રસાલામાં સાથે આવેલા અનુભવી વડીલોને ભેગા કર્યા. મંત્રણા કરી. અને પોતાના બે જાસૂસોને સુદર્શનની પ્રવૃત્તિ જાણવા રવાના કર્યા.
ઢળતી સાંજે જાસૂસો પાછા ફર્યા ને કુંવરીને હેવાલ આપ્યો. હેવાલ એવો હતો કે સુદર્શને ગુલખેડપુરના દંડનાયક દૂષલને કહેવડાવ્યું હતું કે રાજા વાસવદત્તે પહેલાં પોતાની વસંતશ્રી નામે કન્યા મારી સાથે વરાવવાનું સ્વીકાર્યું હતું, પણ હવે એ કન્યા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org