________________
શ્રીવર્મ
܀
૧૬૩
તો તે મારો સ્વીકાર કરશે કે કેમ તેની પણ મને જાણ નથી. મારી માતાએ તો હજી પણ મારું મન આટલે બધે દૂર જતાં રોકાય ને નજીકના તમારા જેવા કોઈ તરફ ઢળે તેવી આશાથી મને ત્યાં જવાની ઉતાવળ કરતાં અટકાવી છે. એટલે આ ગાળામાં મારું મન જો શ્રીવર્મ તરફનાં ખેંચાણમાંથી મુક્ત થશે તો હું તરત તમને જ કહેવડાવીશ.
Jain Education International
આશાનો આછેરો પણ તંતુ આ વાતમાં ભળાતાં જ સુદર્શનના માણસો રાજીના રેડ થઈ ગયા. તેમણે વનશ્રીને લલચાવી : જો વનશ્રી! કોઈ રીતે તું કુંવરીબાને અમારા રાજકુમાર ભણી વાળી શકીશ, તો તારા કુટુંબને ન્યાલ ન્યાલ કરાવી દઈશું; સાત પેઢી સુધી તારા ત્યાં દળદર ફરકે જ નહિ તેવો પ્રબંધ થઈ જશે.
વનશ્રી હસી પડી. કહે : મારું કુટુંબ તો કુંવરીબાની મહેરથી કાયમ સુખી ને સંપન્ન જ છે, એટલે એને માટે તમારે કશી ચિંતા ક૨વાની જરૂર નથી. હા, તમારું દળદર જરૂ૨ ફીટવાનું એની મને ખાતરી છે.
માણસો પણ હસ્યા. વનશ્રી તેમની રજા લઈને પાછી ગઈ. એ માણસો પણ વનશ્રી દ્વારા મળેલા કુંવરીના જવાબમાંથી અર્થ શોધવાનો વ્યર્થ આયાસ ક્યાંય સુધી કર્યા કરતા ત્યાં જ ઊભા રહ્યા. કોઈ જ અર્થ ન જડયો ત્યારે, છેવટે કંટાળીને તેમણે દંતપુરનો માર્ગ પકડયો, પણ પોતાના ગુપ્તચરો ત્યાં ગોઠવીને જ. કુંવરીની તથા કુંવરી સંબંધી પ્રત્યેક હિલચાલ પર નજર રાખવાની ને કાંઈ પણ નવાજૂની જણાય તો તરત દંતપુર ખબર મોકલવાની પાકી સૂચના સાથે તેમણે ગુપ્તચરો ત્યાં ગોઠવી દીધા, ને પોતે સુદર્શન પાસે જવા રવાના થયા.
આ બનાવના બરાબર ત્રીજે દિવસે, રાજાએ આપેલા રસાલા સાથે વસંતશ્રીએ ચંદ્રપુર જવા માટે પ્રયાણ કર્યું.
સુદર્શનના ગુપ્તચરો સાબદા જ હતા. તેઓ દોડાદોડ દંતપુર ભાગ્યા, ને પેલા સેવકોને અંતિરયાળ જ આંતરી વાતથી વાકેફ
For Private & Personal Use Only
www.jainelibrary.org