________________
શ્રીવર્ગ
એ ૧૫૩
બધાં ખડખડાટ હસી પડ્યાં. પણ રાજાએ તરત બાજી સંભાળી લીધી ને વિદૂષકને ધમકાવીને સખણો રહેવા આજ્ઞા કરી. પછી ઉપાધ્યાય સામું જોતાં તેમણે ઉમેર્યું : પણ ભૂદેવ! એક વાત છે. હું નાનો હતો ત્યારે મને એક લેખનકલા ભણતાં દશ મહિના લાગેલા તે મને આ ક્ષણે યાદ આવે છે ખરું. મારા ઉપાધ્યાયને મને ઝટ ઝટ ભણાવીને કીર્તિ રળવાની હોંશ બહુ હતી, તેથી તેમણે મહેનત પણ ઘણી લીધેલી, તોય મને દશ માસ લાગેલા; તે હિસાબે તો કુમારના છ માસ ઘણા વાજબી જ ગણાય, નહિ?
ઉપાધ્યાયે સ્વસ્થ ભાવે કહ્યું : મહારાજ! આપને શું કહું? જો કુમારને તેની ઈચ્છા ને હોંશ પ્રમાણે ભણવા દીધો હોત ને, તો તે આ કલા ફક્ત ચાર જ માસમાં ભણી ગયો હોત. પણ આપણે માત્ર ભણાવવાનો નથી, તેના આરોગ્યનું ને ઇતર ઘડતરનું પણ ધ્યાન રાખવાનું છે. વળી, બહુ અસાધારણ ચેષ્ટા કરે, તો તેને કોઈની નજર લાગી જવાની પણ બીક પૂરી રહે. એટલે મેં જ તેને છ માસ સુધી આ વિષય કરાવ્યા કર્યો છે.
રાજા રાજીરાજી થઈ ગયા આ સાંભળીને.
બીજી એક આવી જ મુલાકાત-વેળાએ રાજાએ પુનઃ ઉપાધ્યાયને પૂછ્યું : દેવ. કુમારને પાઠશાળામાં મૂક્યાને પાંચેક વર્ષ વહી ગયાં છે. તેને કેટલું આવડવું હશે? ને હજી કેટલું બાકી ગણાય?
ઉપાધ્યાયે વિગતે જવાબ વાળતાં સમજાવ્યું ઃ મહારાજ! કલાઓ અને શાસ્ત્રોનું અધ્યયન ત્રણ પ્રકારનું હોય છે : સૂત્રનું અધ્યયન, અર્થનું અધ્યયન અને પ્રયોગાત્મક અધ્યયન.
આમાં સૂત્ર અને અર્થરૂપે કુમારને લગભગ સઘળીય કલાઓ ને શાસ્ત્રો હસ્તગત થયેલ છે. માત્ર પ્રયોગાત્મક અધ્યયન હજી બાકી છે.
રાજા : એનું શું કારણ?
ઉપાધ્યાય : સૂત્ર-અર્થ ભણવામાં શરીરને કોઈ કષ્ટ નથી પડતું. તેમાં મુખ્યત્વે બૌદ્ધિક પરિશ્રમ જ કરવાનો હોય છે. પણ પ્રયોગાત્મક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org