________________
-૧૫૬ છે
સમરું પલપલ સુવિત નામ
વખતને વિતતાં શી વાર?
પ્રયોગાત્મક અધ્યયન પણ કુમારનું જોતજોતામાં થઈ ગયું, અને દસ વર્ષના કુલ સમયગાળામાં કુમાર પુરુષોચિત બહોંતેર કળાઓમાં ઉચ્ચ ક્રમે પારંગત બની ચૂક્યો.
ઉપાધ્યાયે પોતાના પુત્ર ચંડશમાં દ્વારા આ વાત રાજાને જણાવી, એટલે રાજાએ પણ રાજ્યોતિષી પાસેથી કુમારના ગૃહપ્રવેશનો શુભ દિવસ મેળવીને ઉપાધ્યાયને જણાવ્યો.
મુહૂર્તના દિવસે જયશમાં સ્વયં કુમારને લઈને આડંબરપૂર્વક રાજ-ગૃહે જવા નીકળ્યા. કુમાર પટ્ટહસ્તી પર છલાંગ મારીને આપમેળે ચડી ગયો ને અંકુશ લઈને હોદ્દે બેઠો. પાછળ હાથણી પર ઉપાધ્યાય જયશમાં બિરાજ્યા. વિદ્યાર્થીવૃંદ, રાજ-રસાલો બધું યથાસ્થાને ગોઠવાયું, ને બધાં વાજતે ગાજતે રાજમહાલયે ચાલ્યા.
રાજકુળની સ્ત્રીઓએ કુમારને પોંખ્યો, વધાવ્યો ને આવકાર્યો. કુમાર પણ પ્રથમ રાજાજીને ને પછી માતાને પ્રણામ કરવા ગયો. ઉપાધ્યાય સહિત સર્વ વંદનો રાજાએ યથોચિત સત્કાર કર્યો ને સૌને વિસર્જન કર્યા. તે પછી રાજા કુમારને લઈને જિનાલયે ગયા ને ત્યાં જિનપૂજા, ચૈત્યવંદના વગેરે ધર્મકરણી કરી. તે પછી ભોજનવિધિ આટોપ્યો. અને છેલ્લે સ્નેહમિલનમાં સૌની સાથે ગોષ્ઠી થયા બાદ રાજાએ કુમારને તેના આવાસે જવાની રજા આપી.
સાંયકાળે રાજાએ સેવકોને આજ્ઞા કરી કે કુમારનું અધ્યયનકર્મ નિર્વિદને પરિપૂર્ણ થયું તે નિમિત્તે નગરનાં તમામ જિનાલયોમાં કાલે ઉત્તમ પ્રકારની પૂજા તથા આંગી રચાવજો. સેવકોએ પ્રભાતે તેનો અમલ કર્યા પછી રાજા તથા કુમારે સઘળાં જિનાલયોને ભાવપૂર્વક જુહાય.
રાજાએ જોયું કે કુમારમાં ભણતર પછી માત્ર શારીરિક જ નહિ, પણ આંતરિક વિકાસ પણ અદૂભૂત થયો છે. તેનામાં શસ્ત્રનિપુણતા, બળ-પરાક્રમ અને તેની સાથે અનિવાર્યપણે હોવી જોઈતી ચપળતા તો પાંગર્યા જ હતાં, પરંતુ તે સાથે જ, ઠાવકાઈ, ઠરેલપણું, વિવેક,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org