________________
-૧૬૦
સમરું પલપલ સુરત નામ
દેશાવરના વ્યાપારીઓ તથા ભાટ-ચારણોના મુખે દેશ-દેશની ચિત્રવિચિત્ર વાતો સાંભળતી હતી, ત્યારે તેની સમક્ષ કોઈએ શ્રીવર્મકુમારના રૂપ અને ગુણોનું વર્ણન કર્યું. એ વર્ણન સાંભળતાં જ કુમારીના ચિત્તમાં કુમાર પ્રત્યે અકથ્ય આકર્ષણ જાગી ઊઠ્ય, અને તેને થવા માંડ્યું કે મારા માટે અનુરૂપ વર જો કોઈ હોય તો તે શ્રીવર્ગ જ હોય, બીજું કોઈ જ નહિ. તેને લાગ્યું કે કામદેવની આટલો વખત કરેલી પૂજા આજે ફળી.
તેણે પોતાની આપ્ત સખી વનશ્રીને આ વાત કરી. એની સલાહથી એક ઉત્તમ ચિત્રકારને ચંદ્રપુર મોકલીને કુમારશ્રીનું ચિત્ર પણ આલેખી મંગાવ્યું. તે જોતાં જ તે અત્યંત અભિભૂત થઈ ગઈ. તેણે ગાંઠ વાળી કે પરણું તો આ કુમાર સાથે જ.
તેનો આ નિર્ધાર તેની સખીને ઉતાવળો અને એકતરફી લાગ્યો. જરા ચિંતા સાથે તેણે તેને પૂછ્યું : પણ બહેન! તે કુમાર કે તેના પિતા તરફથી માગું ન આવે તોય તું તેને પરણીશ? એ કેવી રીતે શક્ય બનશે?
વસંતશ્રી પાસે તેનો ઉકેલ તૈયાર જ હતો. તેણે કહ્યું : હું સ્વયં તેને વરવા માટે અહીંથી ત્યાં જઈશ, તેને વીનવીશ ને તેની સાથે પરણીશ.
વનશ્રી કહે : તો એક કામ કર, તારું ચિત્ર આલેખીને તેના પર મોકલ. મને ખાતરી છે કે તારું ચિત્ર જોશે તો તે તારું માથું મોકલશે જ. બાકી સીધા ત્યાં જવામાં મજા નહિ આવે. કેમકે આપણે ત્યાં પહોંચ્યાં, ને પછી તે આપણો સ્વીકાર ન કરે તો કેવું નીચાજોણું થાય? પિતાજીની ને તારી કેટલી અપકીર્તિ થાય? માટે મને તો મેં કહ્યું તેમ વર્તવાનું વધુ વ્યવહારુ લાગે છે.
તો વસંતશ્રીએ તેની વાત જ કાપી નાખી : પણ બહેન, તારા મનમાં ઊગે છે તેવી શંકા મારા મનમાં આવતી જ નથી તેનું શું? મારું હૃદય આ ક્ષણે જ એવી પ્રતીતિ અનુભવે છે કે આ ભવમાં તે કુમાર જ મારો પતિ છે, અને તે મારો સ્વીકાર કરશે જ; ઈન્કાર |
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org