________________
શ્રીવર્મ
૧૫૭
વિનય, ઉચિત આચરણ, મર્યાદા, પરગજુ વૃત્તિ અને ભલાઈ જેવાં, એક શાસકમાં અવશ્ય હોવાં ઘટે તેવાં તત્ત્વો પણ સોળે કળાએ વિકસી ગયાં હતાં. આને કારણે તેની લોકપ્રિયતાનો આંક પણ ઘણો ઊંચો જવા લાગ્યો હતો.
જે લોકો રાજા પાસે વાજબી કારણે પણ આવતાં કે વાત કરતાં પણ ડરતાં, તે લોકો કુમાર પાસે ગમે ત્યારે બેધડક આવી શકતા અને પોતાની વાત રજૂ કરી શકતા. કુમાર પણ તેમને મળતો, સાંભળતો, અને યોગ્યાયોગ્યતાને આધીન તેનો ઉકેલ પણ આણી આપતો; જરૂર પડે તો તે રાજાજીની પાસે પણ યોગ્ય ઉકેલ કરાવી આપતો. લતઃ કુમાર પ્રત્યે પ્રજાજનોનો આદર અને શ્રદ્ધા વધતાં જ ગયાં, વધતાં જ ગયાં.
આ બધી જ બાબતો રાજાના લક્ષ્યમાં આવવા માંડી; અને જેમ જેમ તેના ધ્યાન ૫૨ કુમા૨ની વિશેષતાઓ આવવા માંડી, તેમ તેમ તેમના ચિત્તમાં છાની છાની પણ અપાર સુખાનુભૂતિ પણ થવા માંડી.
યોગ્ય અવસરે તેમણે કુમારનો યુવરાજપદે અભિષેક કર્યો, અને કુળક્રમ પ્રમાણે યુવરાજના ભોગવટા માટે અપાતો પ્રદેશ પણ કુમારને સુપ્રત કર્યો. કુમારે પોતે પિતાના સાંનિધ્યમાં જ રહેવાનું પસંદ કર્યું, અને મંત્રીશ્વરના પુત્ર મતિવર્ધનને પોતાન વહીવટદાર પ્રતિનિધિ તરીકે તે પ્રદેશમાં નીમી દીધો.
શ્રીવર્ગ કુમાર. રૂપ રૂપનો અંબાર.
એમાં હવે થયો યૌવનનો અવતાર.
Jain Education International
પછી શું બાકી રહે?
પરંતુ કુમાર પાસે એક અદ્ભુત ચીજ હતી. સદાચાર. સદાચારની સુરભિથી મહેકતા હૈયાનો સ્વામી કુમાર શ્રીવર્મ
For Private & Personal Use Only
www.jainelibrary.org