________________
શ્રીવર્મ
܀
૧૪૩
પાઠશાળાના પ્રાંગણમાં પ્રતિષ્ઠિત સરસ્વતી દેવીના મંદિરમાં ગયા. ત્યાં પ્રથમ દેવીની સ્તુતિ અને પછી દેવીની પ્રતિમાની અંગપૂજા તેમણે કરી. દેવીને બહુમૂલ્ય ધરાવતી શ્વેત સાડી પહેરાવીને સેવકોએ આણેલા ફળાદિ પદાર્થોના થાળ દેવી સમક્ષ ધરવાપૂર્વક સમર્યાં. છેલ્લે ત્યાં દેવી-પ્રતિમાની બન્ને તરફ ગોઠવવામાં આવેલાં પુસ્તકોની તે બન્નેએ પૂજા તથા વંદના કરી.
આ પછી દેવીને નમતાંનમતાં તે બન્ને ત્યાંથી નીકળીને સીધા ઉપાધ્યાય યશર્માની પાઠશાળાના ખંડમાં પ્રવેશ્યા.
સેંકડો વિદ્યાર્થીઓ ત્યાં પંકિતબદ્ધ અને વિનયપૂર્વક બેઠા હતા. ઊંચા કાષ્ઠાસન ૫૨ વિદ્યાના તેજથી ચમકતા લલાટવાળા ઉપાધ્યાય જયશમાં બિરાજમાન હતા. તેની પડખે એવું જ એક કાષ્ટાસન પણ ગોઠવવામાં આવેલું.
રાજા વર્ગમાં પ્રવેશ્યા તે જ ક્ષણે આખો વર્ગ તેમના સ્વાગતમાં ઊભો થઈ ગયો; એક માત્ર ઉપાધ્યાય પોતાના આસને બેઠેલા રહ્યા; ઊભા ન થયા. વિદ્યા એ સત્તા કરતાં ય ઉન્નત છે, અને તેથી સત્તાએ પણ વિદ્યા સમક્ષ ઝૂકવું જ જોઈએ, તેની પ્રતીતિ તે પળે ઉપસ્થિત સૌ કોઈને થઈ.
Jain Education International
સૌ વિદ્યાર્થીઓએ રાજાને પ્રણામ કર્યાં, તો રાજાએ ઉપાધ્યાયને પ્રણામ કર્યાં, અને પછી તે ઉપાધ્યાયની અનુજ્ઞા મેળવીને કાષ્ટાસન ૫૨ બિરાજ્યા.
કુમાર શ્રીવર્મ હજી ઊભો હતો. તેણે રાજાનો ઈશારો પામીને સૌપ્રથમ ગુરુજીના ચરણોમાં વંદન કર્યાં, અને સેવકના હાથમાંથી મૂલ્યવાન વસ્ત્રાલંકારોનો થાળ લઈને તેમની સન્મુખ ભેટ ધર્યો. ગુરુએ આશીર્વચનપૂર્વક તેનો સ્વીકાર કર્યો. એટલે તેણે ગુરુની ડાબી બાજુએ બેઠેલા ગુરુના મોટા પુત્ર ચંડશર્માને પ્રણામ કરી ઉત્તમ વસ્ત્ર તથા આભૂષણો અર્પણ કર્યાં. એ જ ક્ષણે અંતેઉરની કુલવૃદ્ધાએ ગુરુપત્ની તથા તેમનાં પુત્રવધૂને રાજા વતી વસ્ત્રાલંકારો ભેટ કર્યાં. ઉપાધ્યાયના બે નાના પુત્રો માધવ અને મતિવર્ધનને પણ ઉત્તમ વસ્ત્રો, સોનાના અછોડા, સુવર્ણકંકણોની જોડ તેમજ પાનબીડાં
For Private & Personal Use Only
www.jainelibrary.org