________________
૧૪૬ * સમરું પલપલ સુવ્રત નામ
અક્ષરો આપમેળે લખી બતાવ્યા.
આ પછી ઉપાધ્યાયે સંયુક્ત વર્ગો (જોડાક્ષરો) બોલાવ્યા ને પછી લખાવ્યા તો કુમારને પણ તે એકી ધડાકે હસ્તગત!
ઉપાધ્યાય મોંમાં આંગળાં ઘાલી ગયા. તેને થયું : ગજબની આની ધારણાશક્તિ છે! રાજા પણ ચિકત હતા.
ઉપાધ્યાયે તેમની સમગ્ર કારકિર્દીમાં આવો મેધાવી વિદ્યાર્થી દીઠો નહોતો. તો વર્ષોથી પાઠશાળામાં ભણતાં વિદ્યાર્થીઓ માટે પણ આ નવી નવાઈની વાત હતી. સૌને થવા માંડ્યું : આવું બને જ કઈ રીતે?
વર્ગમાં બેઠેલી રાણી અને અંતઃપુરની સ્ત્રીઓ તેમજ રાજાનો મંત્રીવર્ગ બધાં જેટલાં પ્રસન્ન થયાં, તેટલાં જ ચિંતાકુળ પણ થવા માંડયાં. તેમને થયું કે ક્યાંક કુમારને કોઈની નજર તો નહિ લાગી જાય? અને આ વિકલ્પ ઊગતાંની સાથે જ, ત્યાં ને ત્યાં, કોઈકે ઊભા થઈને કુમારનાં લૂંછણાં લેવા માંડ્યાં, તો વૃદ્ધાઓએ સૂર્ણ ઊતાર્યું ને કુમારના ગાલે કાળાં ટપકાં કરી દીધાં.
વર્ગખંડમાં તો આશ્ચર્યમિશ્રિત કલરવ ક્યારનોય ચાલુ થઈ ગયો હતો, ને એકાએક ઉપાધ્યાયે જાહેર કર્યું કે‘ઊત્પારંભ: ક્ષેમ:' - મંગલાચરણમાં થોડુંક જ હોય. કુમારશ્રીને વર્ણામ્નાય અને નાગરી લિપિનો સ્પષ્ટ પરિચય આજે થઈ ગયો છે. બીજી બધી લિપિઓ પણ તેના માટે હવે સુગમ બની રહેશે. પણ હવે ઘણો વખત વહી ગયો છે, ને કુમારને હવે ભૂખ પણ લાગી જ હોય; માટે આજની પાઠશાળા સમાપ્ત. હવે કાલે આગળ વધીશું.
રાજા સાથે તેના દરબારીઓ પણ ઘણા આવેલા. એમાં કેટલાક નર્મસચિવો-વિદૂષકો પણ હતા. તેમનું એક જ કામ રહેતું. ભારેખમ બની ગયેલા વાતાવણને હળવું બનાવી મૂકવાનું.
પાઠનો વિધિ આટોપાયો જાણીને એક વિદૂષકે મમરો મૂક્યો : ઉપાધ્યાયજી! આ તમારો અલ્પારંભ કઈ જાતનો અમારા જેવા પ્રૌઢમોટી ઉંમરના માણસોને જે શીખતાં પૂરા ચાર મહિના લાગે, એટલો બધો પાઠ તમે આ સાવ બાળક જેવા કુમારશ્રીને કરાવી દીધો,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org