________________
– ૧૪૨ રુ
સમરું પલપલ સવત નામ
–
આમ શ્રીવર્મકુમારની નિશાળ-યાત્રા ભારે આડંબર અને ઉલ્લાસ સાથે નીકળી છે.
નગરજનોને પણ પોતાના બાળારાજા કેવી રીતે ભણવા જાય છે તે જોવાનું ભારે કુતૂહલ છે. એટલે આ યાત્રા પસાર થવાના આખે રસ્તે લાખો નાગરિકો કૌતુક, વિસ્મય અને અહોભાવથી છલકાતી આંખે ઊભા રહી ગયા છે. કોઈ કુંવરને અક્ષતે વધાવે છે, તો કોઈ કુવરના હાથી સામે આવીને ગહુલી કાઢે છે. કોઈ વળી પોતાની જગા પર ઊભાં ઊભાં જ કુમારનાં દુખણાં લે છે. બંદીજનો બિરૂદાવલી લલકારે છે, તો નગરજનો જય જયકાર વડે રાજાને વધાવે છે. તો વળી સ્ત્રીજનો ધવલ-મંગલ-ગાન કરે છે.
આમ વિવાહયાત્રાને પણ ઝાંખી પાડે તેવી નિશાળ-યાત્રા સાથે રાજા ઉપાધ્યાયના ઘર-આંગણે આવી પહોંચ્યા.
ઉપાધ્યાય જયશમાંએ પણ કુમારના તેમજ રાજાજીના સ્વાગતની પૂરી તૈયારીઓ કરી હતી. ફળિયામાં ધ્વજા-પતાકાઓ બંધાવી હતી. દ્વારાખો પર આસોપાલવના તોરણો બંધાવ્યાં હતાં. આંગણે મનભાવન સુશોભનોથી ખચિત રંગોળીઓ પૂરાવી હતી. પોતાના ભુવનના પ્રવેશદ્વારે બેય તરફથી જળથી ભરેલ, ચંદનના છાંટણાં ને પુષ્પમાળોથી ચર્ચિત, કમળપુષ્પોથી આચ્છાદિત એવા મંગળ કળશો પંક્તિબદ્ધ પધરાવ્યા હતા.
રાજાનો હાથી પ્રવેશદ્વાર નજીક આવતાં જ જયશમનાં પત્ની અને અન્ય સૌભાગ્યવતી સ્ત્રીઓ દ્વાર પર આવી ઊભી. રાજા અને કુમાર તત્ક્ષણ હાથી પરથી નીચે ઊતર્યા, અને તેઓની સન્મુખ આગળ વધ્યા. એ સાથે જ ઉપાધ્યાયનાં પત્નીએ અને સ્ત્રીવર્ગે તે બને ત્રણ વાર ઉજ્જવલ અક્ષતો વડે વધાવ્યા, તેમને જય-વિજયની આશીષો પાઠવી, અને પોતાના આંગણે “ભલે પધાર્યાનાં સ્વસ્તિ વચનો ઉચ્ચાય. રાજાએ પણ વળતા હાથ જોડવાપૂર્વક તે બધાંનો સ્વીકાર કર્યો, અને તે સ્ત્રીવર્ગની પાછળ પાછળ તેઓ તથા તેમનો સઘળો પરિવાર અંદર પ્રવેશ્યો.
અંદર જતાં જ સેવકો દ્વારા દોરાતા રાજા કુમારને લઈને પહેલાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org