________________
- ૧૩૮
સમરું પલપલ સતત નામ
-
રાજકુટુંબની પ્રણાલિકા પ્રમાણે બાળકના ઉછેર માટે ઉત્તમ કુલની પાંચ ધાવમાતાઓ નીમવામાં આવી. માતા, પિતા, અન્ય વિશાળ રાજપરિવાર અને પાંચ ધાવમાતા – આ બધાંના ખોળામાં ઉછરતા બાળકુમારની સ્થિતિ ખાટલેથી પાટલે ને પાટલેથી ખાટલે - જેવી થઈ પડી.
સમયના વહેવા સાથે કુમાર ભાંખોડિયાભેર ફરતો થયો, તો અસ્કુટ પણ સૌને વહાલ ઉપજાવે તેવી કાલીઘેલી જબાનમાં બોલતો પણ થયો. અંતેઉરનો સ્ત્રીવર્ગ તો તેની પાછળ લટ્ટ બની ગયો. તેની પાછળ પાછળ ફરવું, તેને તેડી/ડીને રમાડવો, તેને ઉત્તેજિત કરીને તેની મીઠીમીઠી બોલી સાંભળવી, અને તેની બાળસુલભ ચેષ્ટાઓ પર ઓવારી જવું – આજ તે સ્ત્રીવર્ગનું મુખ્ય કર્તવ્ય જાણે કે બની ગયું!
બાળક એક જ હતો : પણ તે બધાને ચારચાર ઇન્દ્રિયોના સુખનો એકી સાથે-સાગમટે અનુભવ કરાવતો હતો. સૌ આંખો વડે તેને ટીકીટીકીને જોયા કરે, જોતાં જોતાં જ તેડી લઈને છાતીસરસો ચાંપતા જાય, સાથે સાથે તેના સુરભિત શ્વાસ સુંઘતાં જાય ને તેની મીઠી બોલી માણતાં જાય, ને એ રીતે ચારે ઇન્દ્રિયો દ્વારા કુમારને અનુભવતાં જાય. - કુમાર ત્રણેક વર્ષનો થતાં જ રાજાએ તેને માટે એક સોનાનો નાનકડો એક્કો બનાવડાવ્યો. તેની, નાનાશા જોતર પાસે બાંધેલી સોનાની દોરી બાળકુમારના હાથમાં પકડાવી દે,એટલે તે દોરી વતી તે એક્કાને ખેંચતો-ચલાવતો કુમાર આખા મહાલયને માથે લે. સેવકો પણ કુમારને એવો છંછેડે કે તે એક્કો લઈને ભાગ્યા જ કરે, ભાગ્યા જ કરે.
થોડા મહિના વધુ વહ્યા, ત્યાં કુમાર માટે નવા રમકડાં આવ્યાં; નાનાનાના હાથી ને ઘોડા; સોનાના નિર્મેલા ને રત્નોએ મઢેલા. હવે તેની વાણી પણ ફુટ થઈ રહી હતી, ને નવાનવા શબ્દો અને તેના વાચ્યાર્થીને તે પકડવા માંડેલો, એટલે તેને હાથી-ઘોડા ખેલતાં | શીખવવાની સૌને ભારી મજા પડતી. અરે, પછી તો રાજભુવનમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org