________________
૧૨૪ ૨ સમરું પલપલ સુવ્રત નામ
પછી જિનમિત્રને પાસે બેસાડીને તેણે કહ્યું:મિત્ર! તું ડરતો નહિ, કે આડો અવળો વિચાર પણ કરતો નહિ કે રાજા આમ કેમ આવાં ગાંડાં કાઢે છે!
મેં જે આવું વર્તન માંડ્યું છે, તે સકારણ છે. કારણની વાત હું તને પછી કહીશ, પહેલાં કાંઈપણ જમવાનું લઈ આવ, તો હું વેળાસર જમી લઉં; ને કામતિને જઈને કહે કે દેવી! તમારા ગયા પછી રાજાજીને ફોસલાવીને મેં હમણાં જ જમાડી દીધા છે, માટે તમે પણ જમી લ્યો.
એને જમાડીને તું પાછો આવ, તો હું ને તું સાથે જમી લઈએ, પછી હું તને બધી વાત કરું.
જિનમિત્રે તરત જ તે વાતનો અમલ કર્યો. કામતિને સમજાવીને જમવા બેસાડી. તેણે જિદ કરી કે રાજાજી કેવી રીતે માની ગયા તે મને કહો, પછી જ હું મું. ત્યારે તેને તે વિશે પછીથી વાત ક૨વાનું વચન આપીને જિનમિત્રે જમાડી દીધી. તે સાથે જ આખા અંતઃપુરે તથા પરિવારે પણ ભોજન કર્યું. તે કામ પતાવીને જિનમિત્ર પાછો ફર્યો, તે પછી તેણે તથા રાજાએ પણ ભોજન કરી લીધું.
આ પછી રાજાએ ફરી જિનમિત્રને કામતિ પાસે મોકલ્યો : પોતે કઈ રીતે માની ગયો તેની ઉપજાવી કાઢેલી વાર્તા શીખવીને. જિનમિત્રની પ્રકૃતિને આ તિકડમ્ માફક આવે તેમ નહોતું. છતાં રાજા કોઈ રીતે સ્વસ્થ થતો હોય તો આટલું ચલાવી લેવું, એવો ભાવ તેણે કેળવીને રાજા કહે તેમ કરવા માંડ્યું.
તે પહોંચ્યો રાણી પાસે.
રાણી તો રાહ જ જોઈ રહેલી. તેણે જિનમિત્રને જોતાં જ પૂછ્યું : પેલી વાત હવે કરો: રાજા કેમ માની ગયા? જિનમિત્રે આમ વાત કરી: દેવી! રાજા પાસેથી તમે નીકળી ગયાં પછી સૂનમૂન પડી રહેલા રાજાને જોઈને મારું મન અનુકંપાથી ભરાઈ આવ્યુ. હું તરત ત્યાંથી બહાર નીકળી ગયો, ને પરસાળમાં આવીને ઊભોઊભો રાજાજીને સ્વસ્થ કરવાનો ઉપાય ચિંતવવા લાગ્યો.
અચાનક મને મનમાં એક વાત ઊગી આવી, ને લાગલો જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org