________________
૧૨૨ -
સમરું પલપલ સતત નામ –
પર પડ્યો છે ને રાજાને કેવાં અદકાં હેત કામદેવ પર હતાં તે અત્યારે નજરે દેખાય છે. નહિ તો રાજાની આ સ્થિતિ હોય? ખરેખર તો અત્યારે રાજાએ તેને સ્વસ્થ કરવાની મહેનત કરવી પડવાની હતી; પણ બન્યું તેથી સાવ ઊલટું જ. રાજાને સ્વસ્થ કરવાની જવાબદારી અત્યારે તેના શિરે આવી પડી હતી.
રાજા ફરી ફરીને “કામદેવની તવારીએ ચડી જતો રહ્યો; અને રાણી તેને દરેક વખતે કામદેવના દોષો તથા અવગુણોની કૃતક વાતો કરી કરીને તેના મગજમાંથી તે ભૂંસાઈભૂલાઈ જાય તેવો પ્રયાસ કર્યા કરતી હતી.
દરમ્યાનમાં સેવકોએ કામદેવની ચિતા પેટાવી દીધી.
રાણીએ ચિતા પૂરેપૂરી સળગી જાય ત્યાં સુધી ત્યાં જ રથ રોકી રાખ્યો, ને મનમાં ને મનમાં પોતાના વ્હાલા ભાઈના કમોત પર કણસ્યા કર્યું. પરંતુ તેણે બહુ જ ખૂબી વાપરીને ચિતાનું દશ્ય રાજાની નજરે પડવા ન દીધું, ને બધો વખત કાંઈ ને કાંઈ વાતોમાં જ તેને રોકી રાખ્યો.
બધું ભસ્મશેષ થતાં જ તેણે રાજાને સમજાવી-પટાવીને મહેલે પાછા જવા સંમત કર્યો, અને તે રથમાં જ તેઓ પાછાં ઘેર પહોંચ્યાં.
સવારથી કોઈએ ભોજન તો કર્યું ન હતું, ને હવે સાંજ ઢળી ચૂકી હતી. સૂર્ય આથમવામાં હતો, ને કોઈ જમવાના મિજાજમાં હતું જ નહિ.
આ અવસરે, રાજાના પરમમિત્ર શ્રાવક જિનમિત્રે કામરતિને વિનંતિ કરી કે દેવી! લગભગ વેળા થવા આવી છે. તમે સવારથી કાંઈ જ લીધું નથી; ને તમે બેજીવ છો. કાંઈક ભોજન તમારે કરવું જ જોઈએ. તમે ખૂબ વિહ્વળ હો, ને જીવવાની પરવા ન હોય તો તે સમજાય તેમ છે; શોકાકુળ માનવીની આવી જ સ્થિતિ સંભવે. પરંતુ ઉદરમાંના બાળકને ખાતર પણ તમારે ભોજન લેવું જ પડે. માટે કૃપા કરીને બે ચાર કોળિયાં પણ જમી લ્યો દેવી!
કામરતિ રડી પડી. તેણે કહ્યું: રાજાજી જમશે તો હું જમીશ. | તમે તેમને તૈયાર કરો. એ ન જમે તો હું નહિ જમી શકું. ગર્ભનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org