________________
-૧૨૮ ક
સમરું પલપલ સતત નામ
–
લીધો ને તેનો અમલ પણ કરી દીધો.
દેવીને પોતાનો ભાઈ અતિપ્યારો હતો તે સાચું. પરંતુ મારા પ્રત્યે તો તેને તેથીયે અધિક પ્રેમ છે, તેનો મને પાકો અંદાજ હતો. એટલે મેં વિચાર્યું કે આ ક્ષણોમાં હું તેને સ્વસ્થ રાખવાનો પ્રયાસ કરીશ, તો તે નકામો જ જશે, ને મારે કામદેવની જેમ જ દેવી તથા સંતાનને પણ ગુમાવવાં પડશે. એ કરતાં કામદેવના વિયોગનું ને વિદાયનું મને અનહદ દુઃખ થયું છે જે હું જીરવી શકવા અસમર્થ છું, તેવો દેખાવ મારે જ રચવો જોઈએ.
તો જ મારી આઘાતગ્રસ્ત અને અર્ધ-બેભાન કે અર્ધપાગલ જેવી શુન્યાવસ્થા જોઈને દેવી તેનું સમગ્ર ધ્યાન મારામાં – મને સ્વસ્થ કરવામાં પરોવી દે; અને એમાં, એટલે કે મારી ચિંતાના તનાવમાં જ તે કામદેવને તથા તેને અપમૃત્યુના શોકને વિસારે પાડી દે. ફલતઃ તેની ને બાળકની જિંદગી બરબાદ થતી અટકી જાય.
અને એવું જ થયું છે, તેનો તું ખુદ સાક્ષી છો. મિત્ર! મને ઢોંગ કરવાનો કે જૂઠો દેખાવ રચવાનો શોખ નથી થયો; મેં તો માત્ર બે જિંદગીના બચાવ ખાતર જ આ ખેલ પાડ્યો છે. અને એમાં તારો સાથ લીધો છે.
બોલ, હવે તારું સમાધાન થયું?
જિનમિત્ર અવાક રહી ગયો આ સાંભળીને. આવી વસમી ક્ષણોમાં રાજા કેટલો સ્વસ્થ રહી શકે છે ને કેવી કુનેહથી બીજાનાં જીવન બચાવી લે છે, તે વિચારે તે ઝૂકી પડ્યો.
માથું ધુણાવતાંધુણાવતાં તેણે કહ્યું: દેવ! આપની બુદ્ધિ ખરેખર અજોડ છે. આવા સંજોગોમાં આવી ચતુરાઈ આપને જ સૂઝે.અમારા જેવાને તો આવી કલ્પના પણ ન આવી શકે. ખરેખર, આપે બહુ જ ઉચિત અને ઉત્તમ કાર્ય કરી બતાવ્યું છે.
પરંતુ મહારાજ! હવે લાગે છે કે આપનું લક્ષ્ય સિદ્ધ થઈ ગયું છે. હવે દેવી કોઈ આત્યંતિક કે અમંગળ પગલું લે તે શક્ય નથી. માટે હવે આ પ્રપંચ પૂર્ણ કરી ને સ્વસ્થ થઈને બધાંને નિશ્ચિત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org