________________
૧૦૨ સમરું પલપલ સુવ્રત નામ
પ્રભુ! અવિનય ન માનશો. પરંતુ મેં એવું ગોઠવ્યું છે કે કુસુમપુર નગરના શ્રેષ્ઠી પ્રિયમિત્રે પોતાના જિનચૈત્યમાં અષ્ટાલિકા મહોત્સવ તથા રથભ્રમણ રથયાત્રા-યોજવાનું નક્કી કર્યું છે. આ મહોત્સવમાં સમ્રાટ સ્વયં પધારે તેવી તે શ્રેષ્ઠીની માગણી છે; અને કોઈ સંયોગોમાં સમ્રાટથી ન પધારી શકે તો તેમના પ્રતિનિધિ તરીકે અને અમારા કુમારના પરમ ઉપકારી તથા સ્નેહી મિત્ર તરીકે આપ ત્યાં પધારો, ને ઉત્સવમાં ભાગ લ્યો, એવી અમારી વિનંતિ છે.
પણ એનાથી તમારો કયો હેતુ સરશે, એ મને નથી સમજાતું. કૃપાનાથ! માધવે પોતાની યોજના સમજાવતાં કહ્યું: આ બહાને આપ કુસુમપુરમાં ઉપસ્થિત હો, તો તેની અસર અમારા સમગ્ર પંથકમાં પડ્યા વિના ન રહે. કુસુમપુરથી બાર જ યોજન દૂર પદ્મખંડપુર છે, એટલે ભૌગોલિક સામીપ્ય હોવાથી અમને આપની સીધી હૂંફ સાંપડી રહે એ એક હિસાબ. તો પ્રિયમિત્ર એટલે કુમાર વી૨સેનનું બીજું અંગ એવી અમારે ત્યાં સાર્વત્રિક પ્રસિદ્ધિ છે. તેને ત્યાં આપ પધારો, તો તેનો અર્થ અમારો ક્ષત્રુપક્ષ અને આખો દેશ સહેલાઈથી સમજી જ શકે, આ બીજો હિસાબ. અને છેલ્લી પણ મહત્ત્વની વાત એ છે કે કુમારની ભાવના વિના નરસંહારે અથવા ઓછામાં ઓછી ખુવારીએ આ આખોયે મામલો આટોપવાની છે. હવે જો આગંતુક બે રાજાનાં સૈન્યો વાં સિંધુષેણનું રહ્યુંસહ્યું સૈન્ય ભેગાં થાય, તો કુમારે પણ પોતાની વિશાળ સેના દ્વારા તેઓ સાથે બાથ ભીડવી જ પડે. આમાં નરસંહારનો કોઈ સુમાર નહિ રહે. પરંતુ જો આપ કુસુમપુરમાં બેઠા હો, તો આપની ઉપસ્થિતિ પણ શત્રુપક્ષને શાંત પડવા અને સુલેહની દિશામાં વિચારવાની ફરજ પાડી શકે. અથવા જરૂર પડે તો એ માટે આપનો લાભ પણ અમે ઝડપથી મેળવી શકીએ. માટે આપને ત્યાં પધારવા અમારો આગ્રહ
છે.
Jain Education International
FIND
કુમા૨ વજ્રકુંડલ તો આભો જ બની ગયો.
પોતાનો પણ કોઈ આમ રાજકીય ઉપયોગ કરી શકે, તે વિચારે જ તે સ્તબ્ધ બની ગયો હતો.
For Private & Personal Use Only
www.jainelibrary.org