________________
વજરકુંડલ
જ ૧૦૩
પરંતુ તેણે જોયું કે આમાં એક તરફ પોતાના બહાદૂર મિત્રનો ઉપકાર થતો હતો. બીજી તરફ જિનભક્તિ અને નવા ક્ષેત્રનાં જિનદર્શનનો લાભ મળવાનો હતો, તો ત્રીજી તરફ અસંખ્ય મનુષ્યોની હત્યા અટકવાનો મહાલાભ પણ સાંપડે તેમ હતો.
તેણે તત્ક્ષણ માધવની યોજનામાં સંમતિ દર્શાવી, એટલું જ નહિ, તે જાતે માધવને લઈને સમ્રાટ પિતાજી પાસે ગયો. સંક્ષેપમાં બધી વાત સમજાવી, ને કુસુમપુરે ઉત્સવમાં પધારવાની વિનંતિ પણ માધવ પાસે કરાવી.
સમ્રાટે સ્વયં ત્યાં સુધી જવાની અનિચ્છા દર્શાવવા સાથે કુમારને ત્યાં જવા તથા જોઈતું સૈન્ય લઈ જવાની અનુજ્ઞા આપી.
અનુમતિ મળતાં જ કુમારે એક જબરદસ્ત સૈન્ય પોતાની સાથે લીધું, અને તે માધવના માર્ગદર્શન હેઠળ કુસુમપુર પ્રતિ રવાના થયો.
અસ્મલિત પ્રયાણો વડે દડમજલ કરતાં તેઓનો પડાવ કુસુમપુરથી છ યોજન દૂર શ્રીખંડ નામે નગરે થયો. તે દિવસે કુમારની રજા લઈને માધવ વીરસેનકુમાર પાસે જવા નીકળી ગયો, પોતાના હાથે થયેલી કાર્યસિદ્ધિની વધામણી આપવા તેમજ હવે પછીના કર્તવ્ય માટેનું માર્ગદર્શન મેળવવા.
માધવ જેટલો ચાલાક હતો, તેટલો જ ચપળ પણ હતો. એ વીરસેનનો સેવક હતો, સાથી હતો, ને સલાહકાર પણ
હતો.
એ મારતે ઘોડે શ્રીખંડપુરથી વીરસેનની છાવણી પર પહોંચ્યો, અને પોતે કરેલી સઘળી કાર્યવાહી તેને જણાવી.
વીરસેનની પ્રસન્નતાનો પાર ન રહ્યો. તેનાં બધાં જ પાસા પોબાર પડી રહ્યાં હતાં.
પરંતુ, હજી પગ વાળીને બેસવાનો વખત ન હતો. તેણે તત્પણ માધવ સાથે મંત્રણા કરી, પોતાની નવી યોજના ઘડી કાઢી, ને !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org